મુંબઇ, 11 એપ્રિલ: હાજર બજારોમાં નવી ખરીદીનાં અભાવે વાયદામાં રોકાણકારોમાં મુંઝવણ જોવા મળી હતી. તેથી ચોક્કસ કોમોડિટીને બાદ કરતા અન્ય  કૄષિ પેદાશોનાં ભાવ ઘટ્યા હતા.  NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરામાં ઉછાળા જોવા મળ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી જ્યારે કપાસનાં ૨૦૨૪ નાં વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જીરાનાં વાયદા કારોબાર ૩૮૪ કરોડ Rs.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૨૬ કરોડ Rs.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ તથા જીરાનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ, હળદર તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૧૪૮ Rs. ખુલી ૬૨૬૦  Rs., દિવેલનાં ભાવ ૧૨૮૦ Rs. ખુલી ૧૨૮૦ Rs., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૭૮ Rs. ખુલી ૨૭૬૫ Rs., ધાણા ૬૭૯૦ Rs. ખુલી ૬૬૮૮ Rs. ગુવાર સીડનાં ભાવ ૫૬૭૮ Rs. ખુલી ૫૬૬૦ Rs. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૫૩૦  Rs. ખુલી ૧૧૫૧૩ Rs., જીરાનાં ભાવ ૪૦૯૨૦ Rs. ખુલી ૩૯૮૧૫ Rs., કપાસનાં ભાવ ૧૬૧૮.૦૦ Rs. ખુલી ૧૬૦૨.૦ Rs., સ્ટીલના ભાવ ૪૭૪૫૦ ખુલી ૪૭૩૪૦ Rs. અને હળદરનાં ભાવ  ૬૭૬૮  Rs. ખુલી ૬૭૧૪ Rs. બંધ રહ્યા હતા.