અમદાવાદ, 12 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે વર્ષ 2023 માટે ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વીન્ડો એસી શ્રેણીના 75 મોડલ્સ લોન્ચ કર્યા હોવાની જાહેરાત કરી છે. કંપનીએ ખાસ કરીને ટિયર-2, ટિયર-3, ટિયર-4, ટિયર-5 વર્ગના શહેરોના બજારોમાં કિંમત પ્રત્યે સંવેદનશીલ અને પ્રથમવાર એસી ખરીદનારા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સ્પ્લીટ એસીની નવી શ્રેણીઓ પણ રજૂ કરી છે. સાત ઉત્પાદન સેન્ટર્સ, 31 ઓફીસ, 3950 ચેનલ પાર્ટનર્સ, 1172 સર્વિસ એસોસિયેટ્સ અને 45 ટકા માર્કેટ હિસ્સો ધરાવતી કંપની હાલ 20 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

ગુજરાતમાં 45 ટકા માર્કેટશેર સાથે ટોચે કંપની

કંપની સુરતમાં સૌથી વધુ 70 ટકા બજાર હિસ્સા સાથે ટોચના સ્થાને છે. તો ગુજરાતમાં 45 ટકા માર્કેટ શેર ધરાવે છે.

શ્રી સિટીમાં રૂ. 550 કરોડના રોકાણ સાથે નવી સ્વયંસંચાલિત- સ્માર્ટ ફેક્ટરી

બ્લુ સ્ટારની પેટા કંપની બ્લુ સ્ટાર ક્લાઈમેટેક લિમિટેડે શ્રી સિટીમાં  અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો છે. કંપનીએ અત્યાર સુધીમાં આ પ્લાન્ટ માટે  અંદાજિત રૂ. 550 કરોડના રોકાણમાંથી અંદાજે રૂ. 350 કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટે 1 જાન્યુઆરી, 2023ના રોજ ઉત્પાદન શરૂ કર્યું હતું, અને તેના પ્રથમ વર્ષમાં લગભગ ત્રણ લાખ યુનિટ્સ બનાવશે અને ત્યારબાદ ઉત્પાદન  ક્રમશઃવધારીને 1.2 મિલિયન યુનિટ કરશે.

શ્રેષ્ઠ-કક્ષાના પરવડે તેવા’ એસીની નવી શ્રેણી

નવી રેન્જમાં 3-સ્ટાર, 4-સ્ટાર અને 5-સ્ટાર ઇન્વર્ટર સ્પ્લિટ એર કંડિશનરનો સમાવેશ થાય છે જે 0.8 ટીઆર થી 2 ટીઆર સુધીની વિવિધ કુલિંગ ક્ષમતાઓમાં રૂ. 29,990થી શરૂ થતી કિંમતે ઉપલબ્ધ છે. 1.5 ટીઆર થ્રી-સ્ટાર ઇન્વર્ટર સેગમેન્ટ કેટેગરીમાં સૌથી મોટો હોવાથી, બ્લુ સ્ટારે આ સેગમેન્ટમાં પરવડે તેવા ઘણા કોમ્પેક્ટ અને એન્ટ્રી-લેવલ મોડેલ પણ રજૂ કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025 સુધીમાં રૂમ એર કંડિશનર્સ સેગમેન્ટમાં 15 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ઇ-કોમર્સમાં પણ કંપનીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે

કંપનીએ ઇ-કોમર્સ ચેનલોમાં રોકાણ કરવાનું જાળવી રાખ્યું છે અને રિટેલ સ્ટોર્સમાં ઇન-સ્ટોર પ્રદર્શનકારોમાં તેના રોકાણોને ટકાવી રાખવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, તમામ સ્તરોમાં ઉપાડ વધારવા માટે, ઑનલાઇન અને ઑફલાઇન બંને યોગ્ય પ્રમોશનલ પદ્ધતિઓ અપનાવવાનું ચાલુ રાખ્યું છે.

મેનેજમેન્ટનો દૃષ્ટિકોણઃ બી ત્યાગરાજન, એમડી, બ્લુ સ્ટાર

બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી. ત્યાગરાજને ખાસ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, બ્લુ સ્ટાર ક્લાઇમેટેક લિમિટેડનો શ્રી સિટી ખાતેનો નવો ઓટોમેટેડ અને સ્માર્ટ પ્લાન્ટ હવે કાર્યરત છે. આ પ્લાન્ટની સ્થાપના સાથે રૂમ એસી સેગમેન્ટમાં, ખાસ કરીને ટિયર 1 સિવાય ટિયર 2, 3, 4 અને 5 માર્કેટમાં વૃદ્ધિને વધુ વેગ મળે. બ્લુ સ્ટાર વિતરણ માળખાને વિસ્તૃત કરવા, આરએન્ડડી ક્ષમતાઓને વધારવા અને બ્રાન્ડ નિર્માણમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. આ તમામને પરિણામે અમને પરવડે તેવા શ્રેષ્ઠ કક્ષાના રૂમ એસી લાવવામાં સક્ષમ બનાવશે. 2023 માટે રૂમ એસીની અમારી નવી રેન્જ આ દિશામાં અમારું ધ્યાન મજબૂત રીતે ફરીથી ગોઠવે છે.

2025 સુધીમાં એસીનું વર્લ્ડ માર્કેટ 25 કરોડ યુનિટ્સ થશે

વિશ્વમાં એસીનું માર્કેટ હાલમાં 15 કરોડ યુનિટ્સનું અને ભારતમાં 80 લાખ યુનિટ્સનું છે. તે 2025 સુધીમાં વિશ્વમાં 20 કરોડ અને ભારતમાં 1 કરોડ યુનિટ્સનું થઇ જવાની ધારણા સેવાય છે.