કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું

અમદાવાદ, 12 એપ્રિલઃ તાતા જૂથની અગ્રણી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ માર્ચ-23ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 14.8 ટકા વધી રૂ. 11392 કરોડ (રૂ. 9926 કરોડ) અને આવકો 16.9 ટકા વધી રૂ. 59162 કરોડ (રૂ. 50591 કરોડ) નોંધાયા છે. કંપનીએ શેરદીઠ રૂ. 24 અંતિમ ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરી છે.

ત્રિમાસિક ગાળા માટે 10 અબજ ડોલરની ઓર્ડર બુક ધરાવતી કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ 2023 માટે 34.1 અબજ ડોલરની ઓર્ડરબુક નોંધાવી છે. તે પૈકી 60 ક્લાયન્ટ્સ એવા છે કે, જેઓ 100 અબજ ડોલરથી વધુની બેન્ડમાં રહ્યા છે.

વાર્ષિક આવક અને ચોખ્ખા નફામાં આકર્ષક વૃદ્ધિ

ટીસીએસની વાર્ષિક આવક 17.6 ટકા વધી રૂ. 2.25 લાખ કરોડ (રૂ. 1.91 લાખ કરોડ) અને કંપનીનો વાર્ષિક ચોખ્ખો નફો પણ 10 ટકા વધી રૂ. 42303 કરોડ (રૂ. 38449 કરોડ) નોંધાયા છે.

કંપનીનો એટ્રીશન રેશિયો ઘટવાની ધારણા

કંપનીએ ચોથા ત્રિમાસિક દરમિયાન 821 નવા એમ્પ્લોઇઝની ભરતી કરવા સાથે કુલ વર્કફોર્સ 614795 થયો છે. આઇટીસી સર્વિસનો એલટીએમ બેઝીસ પર એટ્રીશન રેશિયો ઘટી 20.1 ટકા થયો છે. ડિસેમ્બર-23ના ક્વાર્ટરમાં કંપનીએ વર્કફોર્સમાં 2197 હેડ કાઉન્ટ્સનો ઘટાડો કરવા સાથે 613974નો કર્યો હતો. જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 616171 એમ્પ્લોઇઝનો વર્કફોર્સ હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો એટ્રીશન રેશિયો 21.3 ટકા રહ્યો હતો. જે બીજા ક્વાર્ટરમાં 21.5 ટકા રહ્યો હતો.

ટીસીએસના વાર્ષિક પરીણામો એક નજરે

વિગતમાર્ચ22માર્ચ-23
આવકો191754225458
ચોખ્ખો નફો3832742147
ઇપીએસ (રૂ.)103.62115.19

TCS: ત્રિમાસિક પરીણામો એક નજરે

વિગતમાર્ચ-22માર્ચ-23
આવકો5059159162
ચોખ્ખો નફો992611392
ઇપીએસ (રૂ.)26.8531.14