અમદાવાદઃ boAt બ્રાન્ડ હેઠળ ઓડિયો ગિયર અને વેરેબલ્સ ધરાવતી ઇમેજિન માર્કેટિંગ પ્રા. લિ.એ વોરબર્ગ પિન્ક્સ અને નવા ઇન્વેસ્ટર માલાબાર ઇન્વેસ્ટમેન્ટ્સ પાસેથી રૂ. ઇક્વિટી ફન્ડિંગ મારફત રૂ. 500 કરોડનું ફંડ મેળવ્યું છે. કંપનીએ શેરબજારની વર્તમાન ડામાડોળ સ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીઓની યોજના અભેરાઇએ ચડાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કંપનીએ જાન્યુઆરી-2022માં રૂ. 2000 કરોડના આઇપીઓ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું હતું. પરંતુ ફાર્માઇઝી અને ડ્રૂમ ટેકનોલોજીની જેમ boAtએ પણ તેનો આઇપીઓ મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. કંપનીએ ગ્લોબલ લિડર્સ કેટેગરીમાં boAtડિજિટલ પ્લેબુકને લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. નવાં ફન્ડિંગથી અમે સ્માર્ટ વોચ પ્રોજેક્ટ ઉપરાંત સંખ્યાબંધ નવા સંશોધનો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકીશું.

કંપની ભારતમાં વિવિધ ઇએમએસ પ્લેયર્સ સાથે પાર્ટનરશીપ મારફત તેની ઉત્પાદન વ્યવસ્થામાં વૈવિધ્યકરણ કરવા જઇ રહી છે. ભૂતકાળમાં કંપનીએ ક્વાલકોમ જેવી વૈશ્વિક ટોચની કંપનીઓ સાથે આવી વ્યવસ્થા માટે સહયોગ સાધ્યો હતો.