મુંબઈ, 20 એપ્રિલ: રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ સાથે ભારતમાં પોતાની ભાગીદારીની ઘોષણા કર્યા બાદ, યુકે-સ્થિત ફૂડ તથા ઓર્ગેનિક કોફી ચેઈન, પ્રેટ એ મોરે, દેશમાં પોતાની સૌપ્રથમ શોપને લોંચ કરવા સજ્જ છે. મુંબઈમાં મેકર મેક્સિટી ખાતે 21મી એપ્રિલ 2023ના લોન્ચ કરશે. તે આ વર્ષે બીજી ઘણી શોપ્સ ખોલવાની યોજનાનો આરંભ કરશે. મુંબઈની પ્રારંભિક શોપ એ પ્રેટની આઈકોનિક લંડન શોપ્સની પુનઃરચના છે. નવી પ્રેટ શોપ તાજી બનાવેલી સેન્ડવિચ, બગેટ્સ, સલાડ, સૂપની વિશાળ શ્રેણી ઉપરાંત ઓર્ગેનિક કોફી, ચા, શેક્સ તથા સ્મૂધીના વિકલ્પો ઉપલબ્ધ કરાવશે.