અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટ 2024માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ માટે કેપેક્સ ફાળવણી વધારી છે. 1 એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે તેના મૂડી ખર્ચ (કેપેક્સ) ફાળવણીને વધારીને ₹11.11 લાખ કરોડ કરી છે. સળંગ ચોથી વખત કેન્દ્ર સરકારે કેપેક્સમાં વધારો કર્યો છે.

આ પહેલ તાજેતરના વર્ષોમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારા પર નિર્માણ કરે છે, જેનો હેતુ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પુનર્જીવિત કરવા, રોજગારીનું સર્જન કરવા અને વૃદ્ધિને આગળ વધારવાનો છે. તેમણે નાણાકીય વર્ષ 2024-25 (FY25) માટે વચગાળાના બજેટમાં મૂડીખર્ચ માટે ₹11.1 લાખ કરોડની ફાળવણી કરી છે, જે પાછલા વર્ષની ફાળવણી GDPના 3.4% અને ₹10 લાખ કરોડ કરતાં 11.1% વધારો દર્શાવે છે.

નાણાકીય વર્ષ-23માં 24% અને નાણાકીય વર્ષ-22માં 40%ના ગ્રોથ સાથે કેપેક્સમાં ચાલુ નાણાકીય વર્ષમાં 37% વૃદ્ધિ જોવા મળી હતી. જે ચાલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ટેકો મળવાની અને વિઝન 2047ના લક્ષ્યોને હાંસલ કરવા માટે ખાનગી ક્ષેત્રના રોકાણને ઉત્તેજન આપવાની અપેક્ષા છે.

નજીકના ભવિષ્યમાં $5 લાખ કરોડની અર્થવ્યવસ્થા અને 2047 સુધીમાં વિકસિત દેશ બનવાની મહત્વાકાંક્ષા સાથે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ભારત માટે મુખ્ય વૃદ્ધિ ડ્રાઈવર તરીકે ઓળખવામાં આવે છે.

આ ક્ષેત્રો અને સંબંધિત મંત્રાલયો માટે નોંધપાત્ર રીતે મૂડી ફાળવણી સાથે રોડવેઝ, શિપિંગ અને રેલવેના વિકાસ પર બજેટનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો હેતુ વિઝન 2027 યોજનામાં દર્શાવેલ ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાનો છે.

જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી કે વિજયકુમારે જણાવ્યું હતું કે, “આ વચગાળાના બજેટની વિશેષતા એ તેની રાજકોષીય પર ફોકસ છે. સામાન્ય ચૂંટણી પહેલાં સરકારે રાજકોષીય એકત્રીકરણને પ્રાથમિકતા આપી છે તે વાસ્તવમાં પ્રશંસનીય છે. FY24 માટે સુધારેલા અંદાજમાં 5.8% અને FY25 માટે 5.1%ના રાજકોષીય ખાધનો આંકડો છે. આ અર્થતંત્ર માટે અને પરિણામે બજાર માટે ખૂબ જ સારા સમાચાર છે. બજારના પરિપ્રેક્ષ્યમાં હાઉસિંગને પ્રોત્સાહન એ અન્ય એક મહત્વપૂર્ણ દરખાસ્ત છે કારણ કે તેનાથી સિમેન્ટ, સ્ટીલ અને તમામ બાંધકામ સંબંધિત સેગમેન્ટ જેવા ઉદ્યોગોને ફાયદો થશે.”