અમદાવાદ : શહેરી અને સ્થાનિક પ્રાકૃતિક ગેસ વિસ્તરણ નેટવર્ક પાથરવા, નિર્માણ, કામગીરી અને વિસ્તરણના વ્યવસાય સાથે સંકળાયેલી શહેરી ગેસ વિસ્તરણ (“CGD”) કંપની કેડિલા ફાર્મા-સમર્થિત IRM એનર્જી લિમિટેડે ઇનિશિઅલ પબ્લિક ઑફર (IPO) મારફતે ભંડોળ ઊભું કરવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 10,100,000 શેરનો સંપૂર્ણ ફ્રેશ ઇસ્યુ છે. કંપની 20,00,000 ઇક્વિટી શેરો સુધી પ્રી-IPO પ્લેસમેન્ટ માટે વિચારણા કરી શકે છે. જો આવું પ્લેસમેન્ટ પૂર્ણ થાય છે તો ઇસ્યુના કદમાં તે અનુસાર ઘટાડો થશે.

ઇશ્યૂ યોજવાનો કંપનીનો મુખ્ય હેતુ

ફ્રેશ ઇસ્યુમાંથી મળેલી આવકમાંથી રૂ.307.26 કરોડ જેટલી રકમનો ઉપયોગ નાણાકીય વર્ષ 2024, 2025 અને 2026માં નામાક્કલ અને તિરુચિરાપલ્લીના ભૌગોલિક વિસ્તાર (તમિલનાડુ)માં શહેરી ગેસ વિસ્તરણ નેટવર્કના વિકાસ માટે મૂડી ખર્ચ જરૂરિયાતો પહોંચી વળવા ભંડોળ પૂરું પાડવા માટે કરાશે અને રૂ.167.50 કરોડ જેટલી રકમનો ઉપયોગ કંપની દ્વારા મેળવવામાં આવેલી કેટલીક બાકી રકમની સંપૂર્ણ અથવા આંશિક અગ્રીમ ચૂકવણી અથવા પુનઃચૂકવણી માટે કરવામાં આવશે.

લિસ્ટિંગ શેર બજારોઃ ઇક્વિટી શેરો BSE અને NSE ઉપર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે.

પ્રમોટર્સ સ્ટેક એટ એ ગ્લાન્સ

કંપનીમાં 67.94% જેટલા શેર પ્રમોટર્સની માલિકીના છે, જેમાંથી મોટાભાગના શેર કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ (49.50%) ધરાવે છે અને બાકીના શેર IRM ટ્રસ્ટ મારફતે તેના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. રાજીવ ઇંદ્રવદન મોદી ધરાવે છે.

કંપનીની કામગીરી એક નજરે

IRM એનર્જી લિમિટેડે (IRMEL)એ પોતાની કામગીરી જુલાઇ 2017માં બનાસકાંઠા અને ફતેહગઢ સાહિબ વિસ્તારમાં શરૂ કરી હતી, જે તેને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (“PNGRB”) દ્વારા ફાળવવામાં આવી હતી. કંપની ઘરેલું વપરાશકારોની સાથે સાથે વાણિજ્યક અને ઔદ્યોગિક એકમો દ્વારા ઉપયોગ કરાતાં PNG અને મોટર વાહનો દ્વારા ઉપયોગ કરાતો CNG પૂરો પાડવાની કામગીરી કરે છે, જે ઘરેલું, વાણિજ્યિક સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોની સાથે સાથે પરિવહન ક્ષેત્રની ઇંધણ જરૂરિયાતો પૂર્ણ કરે છે. કંપની 168 ઔદ્યોગિક ગ્રાહકો, 202 વાણિજ્યક ગ્રાહકો, 43,183 ઘરેલું વપરાશકારોને પોતાની સેવાઓ પૂરી પાડે છે.

કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

કામગીરીમાંથી કંપનીની આવક 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતાં છ માસિક ગાળામાં રૂ.205.45 કરોડ હતી જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થતાં છ માસિક ગાળામાં વધીને રૂ.504.12 કરોડ પર પહોંચી ગઇ છે, જે 145.38%નો વધારો દર્શાવે છે. કરવેરા બાદનો નફો 30 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતાં છ માસિક ગાળામાં રૂ.47.81 કરોડ હતો જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થતાં છ માસિક ગાળામાં ઘટીને રૂ.39.25 કરોડ થયો હતો, જે 17.91%નો ઘટાડો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2021ની આવક રૂ.211.81 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ.546.14 કરોડ પર પહોંચી હતી, જે નાણાકીય વર્ષ 2022 માટે 157.85%નો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષ 2021માં કરવેરા બાદ નફો રૂ.34.89 કરોડ હતો જેની સામે તે નાણાકીય વર્ષ 2022માં વધીને રૂ.128.03 કરોડ પર પહોંચી ગયો હતો, જે 266.96%ની વૃદ્ધી દર્શાવે છે.