વિતેલા સપ્તાહ દરમિયાન જોવા મળેલી વોલેટિલિટી સૂચવે છે કે, માર્કેટમાં કરેક્શન થોડું વધું ઘેરું બની શકે છે. બજારની નજર હવે આરબીઆઇના વ્યાજદર અંગેના નિર્ણય ઉપર રહેશે.

  • યુએસ ફેડ, ઇસીબી, બીઓઆઇના વ્યાજદરના ભારણ હેઠળ ભારતીય શેરબજારો

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ડિસેમ્બરની શરૂઆત ડલ રહેવા સાથે એન્ડ પણ ડલ રહેવાની દહેશત બજાર નિષ્ણાતો સેવી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીએ સર્વોચ્ચ સપાટીઓ નોંધાવ્યા બાદ છેલ્લા બે સપ્તાહથી સતત કરેક્શન નોંધાવી રહ્યા છે. વિતેલા સપ્તાહના અંતે સેન્સેક્સમાં 843.86 પોઈન્ટ ઘટાડા સાથે રોકાણકારોની મૂડી 2.21 લાખ કરોડ ઘટી છે. નિફ્ટી પણ 18400નુ અતિ મહત્વનું સપોર્ટ લેવલ તોડી 18269ની સપાટીએ બંધ રહ્યો છે.

બુધવારે ફેડ રિઝર્વનો 50 બેઝિસ પોઈન્ટનો વધારો અને બાદમાં ફેડ ગવર્નરના નિવેદનોએ વૈશ્વિક બજારોમાં ભયનો માહોલ સર્જ્યો છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 18350ના મહત્વના સ્વિંગ લોની નીચે સરક્યો હતો. જે આગામી સપ્તાહે પણ માહોલ કરેક્શનનો રહેવાનો સંકેત આપે છે.

આગામી દિવસોમાં માત્ર ફોલો થ્રુ સેલિંગના પગલે નિફ્ટી 18130 – 18000 – 17900 તરફ ઘટી શકે છે. બજાર ઓવરબૉટ થયું હોવાથી વર્તમાન ચાલ કરેક્શન તરીકે ધ્યાનમાં લઈ શકાય. 18450-18600 રેઝિસ્ટન્સ લેવલ રહેશે.

તેજી માટે નિફ્ટીએ 18450ની સપાટી ક્રોસ કરવી આવશ્યક

ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ ફરી પાછો લાવવો અને બુલ્સને મજબૂત બનાવવા માટે નિફ્ટીએ 18450ની મહત્વની સપાટી ક્રોસ કરવી જરૂરી છે. રોજિંદા ટાઇમલાઇન ચાર્ટ પર હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આ બાબતને સપોર્ટ કરે છે. જો કે, રોકાણકારો-ટ્રેડર્સે હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સલાહ  સમિત ચ્વ્હાણ, ચીફ એનાલિસ્ટ-ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ્ઝ, એન્જલ વન આપી રહ્યા છે. આગામી સપ્તાહની શરૂઆત શેરબજારો માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. વૈશ્વિક બજાર કેવી રીતે વર્તે છે, તેમજ વૈશ્વિક મોરચે કોઈ મોટી ઘટના સર્જાય છે કે નહીં તેના આધારે ભારતીય શેરબજારો ચાલ નક્કી કરશે.

કયા કયા સેક્ટર્સ ઉપર રાખશો નજર

બેન્કિંગ- ફાઇનાન્સઃ બેન્કિંગ સેક્ટરમાં પીએસયુ શેર્સમાં છેલ્લા કેટલાક સપ્તાહની તેજી બાદ આ સપ્તાહે કરેક્શન જોવા મળ્યું છે. સપ્તાહના અંતે બેન્કિંગ સ્ટોક્સ 1થી 6 ટકા સુધી ઘટ્યા છે. જો કે, મોટાભાગના નિષ્ણાતો નવા વર્ષમાં બેન્કિંગ અને ફાઈનાન્સ શેરોમાં તેજીનો આશાવાદ દર્શાવી રહ્યા છે.

મેટલ્સ અને એફએમસીજીઃ આ સેક્ટર્સના શેરોમાં વોચ રાખી શકાય.

આઈટી અને ફાર્માઃ ખાસ્સા કરેક્શન પછી હવે નીચા મથાળે વેલ્યૂ બાઇંગ સપોર્ટ જોવા મળે તેવાં આશાવાદ સાથે આ સેગમેન્ટમાં રોકાણ માટે રાહ જોવા સલાહ મળી રહી છે.

વિતેલા સપ્તાહની સાપ-સિડી એક નજરે

વિગત9-12-22બંધ+/-
સેન્સેક્સ62181.6761337.87-843.86
નિફ્ટી18496.6018269-227.60
માર્કેટકેપ*287.67285.46-2.21
રૂપિયો**82.4182.70-0.31

*આંકડા રૂ. લાખ કરોડમાં દર્શાવે છે. **ડોલર સામે ભારતીય રૂપિયાની સ્થિતિ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)