દહેજ, 28 નવેમ્બરઃ કેડીલા ફાર્માસ્યુટિકલ્સે તેના અદ્યતન એક્ટીવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીયન્ટસ (API) પ્લાન્ટનો ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે પ્રારંભ કર્યો છે. આ એકમ રૂ.200 કરોડના મૂડીરોકાણથી સ્થાપવામાં આવ્યું છે અને તે અદ્યતન ડિસ્ટ્રીબ્યુટેડ કન્ટ્રોલ સિસ્ટમ (ડીસીએસ) ઓટોમેશન ટેકનોલોજી ધરાવે છે, જે ઔષધ ઉત્પાદનમાં ઈનોવેશન અને ઉત્કૃષ્ટતા માટે નોંધપાત્ર સિમાચિહ્ન દર્શાવે છે.

આ પ્રસંગે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનર ડો. એચ.જી. કોશિયા અને એફડીસીએ, ભરૂચના આસિસ્ટન્ટ કમિશનર ડો. એમ. પી. નાકરાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેડીલા ફાર્માસ્યુટીકલ્સના ચીફ મેન્ટર ઓફિસર અને સીઆઈઆઈ ગુજરાત રાજ્યની ફાર્મા પેનલના કન્વીનર બિશ્વજીત મિત્રાએ જણાવ્યું હતું કે આ એકમમાં ઉપયોગમાં લેવાયેલી ડીસીએસ ટેકનોલોજીના કારણે શુધ્ધતાનું ઉત્તમ સ્તર અને સાતત્ય ધરાવતી API નું ઉત્પાદન થશે અને સાથે સાથે પર્યાવરણને થતી અસર માં પણ ઘટાડો થશે.

આ અગાઉ કેડીલા ફાર્માસ્યુટીકલ્સે ગુજરાત સરકાર સાથે રાજ્યમાં રૂ.1,000 કરોડનું મૂડીરોકાણ કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. દહેજ ખાતેનું API એકમ એ સમજૂતિના કરાર મુજબ સ્થાપનારા એકમોમાં નું એક છે. આ એકમમાં એડવાન્સ્ડ ડિસ્ટ્રીબ્યુટેડ કન્ટ્રોલ સિસ્ટમ ટેકનોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ચોકસાઈ અને કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થશે. આ એકમ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે કેડીલા ફાર્માસ્યુટીકલ્સના વ્યાપક પર્યાવરણલક્ષી પ્રયાસો મુજબની પ્રક્રિયાઓમાં ધ્યાન કેન્દ્રિત થઈ શકશે. આ બાબત અદ્યતન ટેકનોલોજી અને પર્યાવરણલક્ષી પ્રયાસો તેમજ આરોગ્ય ક્ષેત્ર માટેની કેડીલાની કટિબધ્ધતા દર્શાવે છે.