નવી દિલ્હી, 16 ઓગસ્ટ: કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ જૂન 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેની બિન-ઓડિટેડ નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી તે અનુસાર ગ્રોસ એડવાન્સિસ અને થાપણોમાં વૃદ્ધિના પગલે કુલ વ્યવસાય વાર્ષિક ધોરણે 15.58% વધીને રૂ. 12,584 કરોડ થઈ હતી.

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઈઓ સર્વજીત સિંહ સમરાએ જણાવ્યું હતું કે,  કુલ બિઝનેસ 15.58% વધીને રૂ. 12,584 કરોડ થયો જે નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,888 કરોડ હતો. થાપણો 14.64% વધીને રૂ. 7,064 કરોડ થઈ જે રૂ. 6,162 કરોડ હતી. ગ્રોસ એડવાન્સિસ 16.81% વધીને રૂ. 5,519 કરોડ થયા જે રૂ. 4,725 કરોડ હતા. કુલ નેટવર્થ 28.81% વધીને રૂ. 691 કરોડ થઈ, જે નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 536 કરોડ હતી. CASA 40.04% છે

નાણાંકીય બાબતો પર એક નજર:

ચોખ્ખી કુલ આવક વાર્ષિક ધોરણે 24.17% વધીને રૂ. 202 કરોડ થઈ છે જે રૂ. 163 કરોડ હતી. કર પછીનો નફો 64.66% વધીને રૂ. 30 કરોડથી વધુ થયો જે રૂ. 18 કરોડથી વધુ હતો. શેરદીઠ કમાણી 63.36% વધીને રૂ. 8.74 ( રૂ. 5.35) હતી. ગ્રોસ એનપીએ તથા નેટ એનપીએ અનુક્રમે 2.81% અને 1.37% રહી હતી.