અમદાવાદ, 16 ઓગસ્ટ: વીરહેલ્થ કેર લિમિટેડે 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાને મંજૂરી આપી છે એટલે કે રેકોર્ડ ડેટના રોજ દરેક 1 ઇક્વિટી શેર ધરાવનાર માટે 1 ફુલ્લી પેઈડ અપ ઇક્વિટી શેર. નાણાંકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કુલ આવક વાર્ષિક ધોરણે 28% અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 294%વધ્યો હતો. બોર્ડે કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 21 કરોડથી વધારીને રૂ. 31 કરોડ કરવાની અને તેના પરિણામે મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવાની પણ મંજૂરી આપી છે. કંપની બોર્ડે 11મી સપ્ટેમ્બર, 2023ના રોજ 31મી એજીએમ બોલાવવાનું પણ નક્કી કર્યું હતું. કંપની સ્કિનકેર, બોડીકેર, હેરકેર, ઓરલકેર, ​​હેલ્થકેર અને ફ્રેગરન્સમાં 100થી વધુ હર્બલ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનો મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. કંપનીના ક્લાયન્ટમાં દવા ઈન્ડિયા, ગ્રેસિયસ ફાર્મા, બાબુલિન ફાર્મા, ગ્રેસિએરા ફાર્મા વગેરેનો સમાવેશ થાય છે.

કંપનીએ તાજેતરમાં મોરોક્કો, કાસાબ્લાન્કા વગેરે સહિત ઉત્તર પશ્ચિમ આફ્રિકન દેશોમાં WHIDENT” રેન્જની ટૂથપેસ્ટ સપ્લાય કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કંપની પહેલાથી જ પૂર્વ આફ્રિકન દેશોમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનું સફળતાપૂર્વક ઉત્પાદન અને નિકાસ કરી રહી છે.

માર્ચ 2023માં કંપનીએ રૂ. 19.25 પ્રતિ શેરના દરે રૂ. 10ના 30.65 લાખ ઇક્વિટી શેરનું પ્રેફરન્શિયલ એલોટમેન્ટ પૂર્ણ કર્યું હતું જેમાં રૂ. 5.90 કરોડની રકમના શેરદીઠ રૂ. 9.25ના પ્રીમિયમનો સમાવેશ થાય છે. આ ભંડોળનો ઉપયોગ કંપનીના ઉત્પાદન એકમોના વિસ્તરણ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા અને નવી મેન્યુફેક્ચરિંગ લાઈન્સ સ્થાપિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.