હોસ્પિટલ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સે નવો લોગો લોંચ કર્યો
અમદાવાદ: સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. નવા લોગોનો ઉદ્દેશ્ય સ્ટર્લિંગ હોસ્પિટલ્સના મૂળ સિદ્ધાંતો અને સંદેશાની સાથે-સાથે હેલ્થકેર સુવિધાઓમાં ઉત્કૃષ્ટતાની તેની ખાતરીનો પ્રસાર કરવાનો છે. અમદાવાદની સાથે નવા બ્રાન્ડિંગ અને લોગોનું અનાવરણ હોસ્પિટલની વડોદરા, રાજકોટ અને ગાંધીધામ ખાતેની સુવિધાઓમાં પણ કરાયું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદમાં બે દાયકાથી વધુ સમયથી હેલ્થકેર ક્ષેત્રે અગ્રેસર છે. નવા બ્રાન્ડિંગ સાથે હોસ્પિટલ વ્યાપક હેલ્થકેર સુવિધાઓ પ્રદાન કરવા ઉપર તેનું ધ્યાન જાળવી રાખશે. હોસ્પિટલનું સમકાલીન અને આધુનિક માળખું સર્વગ્રાહી છતાં વ્યાપક પ્રાઇમરી, સેકન્ડરી અને સુપરસ્પેશિયલાઇઝ્ડ ટર્શરી કેર પૂરી પાડવા માટે વિકસિત કરાયું છે.
ડો. સિમરદીપ ગિલ (એમડી અને સીઇઓ) તથા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સાથે બે દાયકાથી વધુ સમયથી જોડાયેલા ડો. સુધીર વી. શાહ (ન્યુરોલોજીસ્ટ), ડો. સોમેશ ચંદ્રા (ઓન્કો સર્જન), ડો. સોનલ દલાલ (નેફ્રોલોજીસ્ટ), કામિની જોષી (નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ) અને અનિલ પટેલ (ચીફ ટેક્નિશિયન અને કોર્પોરેટ આરએસઓ) સહિતના ટોચના પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં નવા લોગોનું અનાવરણ કરાયું હતું.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ ડો. સિમરદીપ ગિલે કહ્યું હતું કે, “તેની વિશિષ્ટ ઓળખ હોવા ઉપરાંત કંપની/બ્રાન્ડનો લોગો બ્રાન્ડ શેનું પ્રતિનિધિત્વ કરે છે, તેને કમ્યુનિકેટ કરે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સનો નવો લોગો તેના મૂળ સિદ્ધાંતો અને મીશનને સામેલ કરીને તેને પ્રદર્શિત કરે છે. લોગોમાં સિમ્બોલ હ્યુમન ફિગર્સ અને હાર્ટ્સને પારંપરિક પ્લસ સાઇન સ્વરૂપે ભેગા મળતા દર્શાવે છે. તે અમારા ડોક્ટર્સ અને નર્સિસને અમારા દર્દીઓને સર્વગ્રાહી કેર પૂરી પાડવા ભેગા મળતા હોવાનું પ્રતિનિધિત્વ કરે છે.