ચિરિપાલ રિન્યૂએબલ્સની ગ્રુ એનર્જી લોંચ
ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીવી મોડ્યુલ્સ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ પૂરી પાડશે
નવીન સોલર સોલ્યુશન્સ દ્વારા રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી બનવાનો ઉદ્દેશ્ય
ગાંધીનગરમાં (7-9 ડિસેમ્બર, 2022) ઇન્ટરસોલર કાર્યક્રમમાં ગ્રુ ભાગ લેશે
અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે ચિરિપાલ રિન્યૂએબલ્સ હેઠળ સોલર કોમ્પોનન્ટનું ઉત્પાદન કરતી કંપની ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (Grew Energy Pvt Ltd) લોંચ કરી છે. આ સાથે સમૂહે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. આ નવું સાહસ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે વિશ્વ-સ્તરીય ઉર્જા ઉકેલો પ્રદાન કરશે. ભારત સરકારે વર્ષ 2070 સુધીમાં નેટ ઝિરોનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. હાલમાં દેશ તેની ઊર્જાની મોટાભાગની જરૂરિયાતો માટે અશ્મિભૂત ઇંધણ ઉપર નિર્ભર છે. જોકે, પીવી મોડ્યુલ્સ માટે આશરે 90 ટકા સોલર કોમ્પોનન્ટ્સ વિવિધ દેશોમાંથી આયાત કરાય છે. ગ્રુનો ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક મૂલ્યે પીવી મોડ્યુલ્સ માટે સ્વદેશી સોલર કોમ્પોનન્ટ્સ પૂરા પાડીને આ ખાઇ ઘટાડવાનો છે.
ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિનય થડાનીએ કહ્યું હતું કે, ગ્રુમાં 15થી26 વર્ષનો અનુભવ ઘરાવતી નિષ્ણાતોની ટીમ આગામી ચાર વર્ષના સમયગાળામાં આ સુવિધા 4 GW પીવી મોડ્યુલ્સ, 3 GW પીવી સેલ અને દૈનિક 300 ટન ટેમ્પર્ડ ગ્લાસની ઉત્પાદન ક્ષમતા માટે પ્રેરણા બની રહેશે. શરૂઆત રાજસ્થાનમાં તેના પ્રથમ 2 GWના સંપૂર્ણ ઓટોમેટેડ એકમથી ઉત્પાદન થશે, જ્યારે કે દેશભરમાં તબક્કાવાર ધોરણે બીજા ઉત્પાદન એકમો શરૂ થશે. કંપની જૂન 2023માં ઉત્પાદન કાર્ય શરૂ કરશે તેમજ આગામી 3-4 વર્ષમાં સમગ્ર સોલર એનર્જી ઇકોસિસ્ટમ માટે જરૂરી કોમ્પોનન્ટ્સના ઉત્પાદનને આવરી લેશે. વધુમાં, કંપનીએ સોલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલેશનમાં પણ પ્રવેશ કર્યો છે તથા 50 મેગાવોટના પ્રોજેક્ટ્સ ધરાવે છે.
વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતની સોલર મોડ્યુલ્સની આયાત વર્ષ 2022ના બીજા ક્વાર્ટરની તુલનામાં 64 ટકા ઘટી છે. જોકે, સેલની આયાતમાં વધારો થયો છે. હકીકતમાં, ઘરેલુ કંપનીઓએ મોડ્યુલ્સના ઉત્પાદનમાં સ્પર્ધા કરવાની સાથે-સાથે આયાત કરતાં બીજા પાર્ટ્સના ઉત્પાદનમાં વધારો કરવાના પણ પ્રયાસ કરવા પડશે, જેથી ભારત સોલર ઉપકરણોનું નિકાસકાર બની શકે.
ગાંધીનગરમાં 7-9 ડિસેમ્બર, 2022 દરમિયાન આયોજિત ઇન્ટરસોલર કાર્યક્રમમાં ગ્રુ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પણ સહભાગી છે.