મુંબઈ, દિલ્હીમાં રિલાયન્સ રિટેલના 36 સ્ટોર્સમાં પહેલ શરૂ કરાઈપ્લાસ્ટીક કલેક્શન અને રિસાઈક્લિંગ પહેલને 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશેઆ પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 PET બોટલ્સ એકત્રિત કરવાનો ઉદ્દેશ

મુંબઈ, 15જાન્યુઆરી: રિલાયન્સ રિટેલ તથા કોકા-કોલા ઈન્ડિયાએ “ભૂલ ના જાના, પ્લાસ્ટિક બોટલ લૌટાના” શિર્ષક ધરાવતી સાતત્યપૂર્ણતા પહેલ લોંચ કરવાની ઘોષણા કરી છે, જેનો ઉદ્દેશ રિવર્સ વેન્ડિંગ મશીન્સ (RVMs) અને કલેક્શન બિન્સ દ્વારા મુંબઈમાં રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખાતે પોસ્ટ-કન્ઝ્યુમર પ્લાસ્ટીક (PET) કલેક્શનનો છે. જેને મુંબઈ અને દિલ્હીમાં સ્માર્ટ બાઝાર તથા સહકારી ભંડાર સ્ટોર્સ સહિત રિલાયન્સ રિલેટના 36 સ્ટોર્સ ખાતે શરૂ કરાયો છે. આગામી 2025 સુધીમાં તેને દેશભરમાં 200 સ્ટોર્સ સુધી વિસ્તારાશે જેના થકી પાઈલોટ ફેઝમાં વર્ષે 5,00,000 PET બોટલ્સને એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે.

આ ઈન્સ્ટોલ કરાયેલા RVMs અને કલેક્શન બિન્સથી ગ્રાહકોને કોકા-કોલા ઈન્ડિયા પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટના બદલામાં આવી ઉપયોગ કરાયેલી PET બોટલ્સને જમા કરાવવાનું સુવિધાપૂર્ણ માધ્યમ મળી રહેશે. આ નિકાલ કરાયેલી PET બોટલ્સને એકત્રિત કરીને પોલિએસ્ટર અને પ્લાસ્ટિક્સના રિસાઈક્લિંગમાં અગ્રણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) દ્વારા રિસાઈકલ કરાશે.

રિલાયન્સ રિટેલ લિમિટેડના ગ્રોસરી રિટેલ વિભાગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રી દામોદર મલે જણાવ્યું હતું કે, “ભારતીય પરિવારોમાં કોઈને દૂધની થેલીઓ, પ્લાસ્ટિક બોટલ, છાપાઓનો પણ દરરોજે નિકાલ કરવાની ટેવ નથી હોતી. આપણે તેને ભેગી કરી, સાફ કરીને પસ્તી-ભંગારવાળાને આપીએ છીએ, જેઓ આજની દુનિયામાં રિસાઈક્લર્સની સેનાની અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે. આ ટેવને આધુનિક ઢબે પ્રોત્સાહિત કરવાનું આધુનિક રિટેલર તરીકે સ્માર્ટબાઝાર જારી રાખી રહ્યું છે. કોકા-કોલા ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી હાથ ધરવામાં આવી રહેલો અમારા સ્ટોરમાંથી ખરીદી કરનારા લોકો સાથેનો અમારો પાયલોટ પ્રોજેક્ટ એક પહેલ છે કે જેને અમારા સ્ટોર્સના વ્યાપક નેટવર્કમાં અમલમાં મૂકવામાં આવશે.”

વર્ષે 2 બિલિયન PET બોટલ્સને રિલાઈકલ કરવા સાથે, તે આંકડો 5 બિલિયને પહોંચાડવાની યોજના થકી, RIL ઈકો-ફ્રેન્ડલી મેન્યુફેક્ચરિંગ માટે માપદંડો સ્થાપિત કરે છે. બે દાયકા કરતા વધુ સમયથી, RIL દ્વારા પોસ્ટ-કન્ઝ્યુમર PET બોટલ્સનું રિસાઈક્લિંગ કરવામાં અગ્રેસરતા હાંસલ કરાઈ છે.