પૂનાવાલા ફીનકોર્પનો Q2FY23 PAT 71% વધી 163 કરોડ

પૂણેઃ પૂનાવાલા ફીનકોર્પ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 71 ટકા વૃદ્ધિ સાથે રૂ. 163 કરોડ નોંધાવ્યો છે. કંપનીની એયુએમ 22 ટકા વધી રૂ. 18560 કરોડ જ્યારે તેની નેટ એનપીએ 118 બીપીએસ ઘટી 0.83 ટકાના સ્તરે રહી છે. ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે પણ કંપનીનો નફો 15.8 ટકા વધ્યો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે. કંપનીના પરીણામો અંગે બોલતાં મેનેજિંગ ડિરેક્ટર અભય ભૂતડાએ જણાવ્યું કે, વિવિધતાસભર સ્ટ્રેટેજી અને સાર્વત્રિક આકર્ષક દેખાવ સાથે કંપની માટે બીજું ક્વાર્ટર પ્રોત્સાહક રહ્યું છે. જેમાં ગ્રોસ એનપીએ, નેટ એનપીએમાં ઘટાડો નોંધાયો છે. જે 38 ક્વાર્ટરની નીચી સપાટીએ પહોંચ્યા છે. જ્યારે ચોખ્ખો નફો સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.