નિહોન કોહડેન (મેટ સિટી) હરિયાણા ખાતે સૌથી મોટી ઉત્પાદન સુવિધા સ્થાપશે

ગુરુગ્રામ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી),  હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. MET સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ (JIT) છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન કોહડેન આ ચાર જાપાનીઝ કંપનીઓમાંની એક કંપની છે અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદકે તાજેતરમાં મેટ સિટી ખાતે તેમના પ્લોટ પર ભૂમિપૂજન સમારંભ આયોજિત કર્યો હતો. નિહોન કોહડેનની આ સુવિધા ભારતમાં તેમની સૌથી મોટી ઉત્પાદન સુવિધા તૈયાર થશે અને તે હરિયાણા અને ઉત્તર ભારતમાં કંપનીઓ સ્થાપવા માટે અગ્રણી સ્થાન તરીકે મેટ સિટીની સ્થિતિને વધુ વિસ્તારશે. મેટ સિટીમાં પેનાસોનિક, ડેન્સો અને ટી-સુઝુકી અન્ય જાપાનીઝ કંપનીઓ આવેલી છે.

મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી શ્રી એસ. વી. ગોયલે જણાવ્યું હતું કે, 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો, વોક-ટુ-વર્ક માસ્ટરપ્લાન અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેટ સિટી આજે ઉત્તર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંનું એક છે. કોઈપણ કંપનીને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અમારી પાસે આવવાથી મેટ સિટીનું પ્લગ-એન-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ એક ફાયદો પૂરો પાડે છે.

મેટ સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ હેડ વૈભવ મિત્તલે જણાવ્યું કે, નિહોન કોહડેન તરફથી મેટ સિટી ખાતે સ્થાપવામાં આવી રહેલી આ વિશ્વકક્ષાની સુવિધા વધુ ને વધુ જાપાનીઝ કંપનીઓને મેટ સિટી સુધી પહોંચાડવાનો પ્રયત્ન જારી રાખીએ છીએ.

નિહોન કોહડેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કેન્તરો કુસાનોએ જણાવ્યું કે આ 8,900 ચોરસ મીટરની ફેક્ટરી હરિયાણાના ઝજ્જર જિલ્લામાં મોડલ ઇકોનોમિક ટાઉનશિપ (મેટ સિટી) ખાતે 16,135 ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવશે જે ગુજરાતમાં અમારી વર્તમાન ફેક્ટરી કરતાં લગભગ ચાર ગણી મોટી હશે.