NDLના શેરહોલ્ડર્સને NDLના 63 શેર દીઠ HGSLનાં 20 શેર મળશે

અમદાવાદઃ NXT ડિજિટલ લિમિટેડ(NDL)ને હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ લિમિટેડ (HGSL) સાથેની સ્કીમ ઓફ એરેન્જમેન્ટને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી અંતિમ મંજૂરી અને માન્યતા મળી છે. આ સ્કીમને પગલે એસેટ અને લાયેબિલિટીઝ સહિતનાં મીડિયા અને કમ્યુનિકેશન બિઝનેસને સબસિડિયરીઝ સહિત HGSLને ટ્રાન્સફર કરવામાં આવશે, શેરહોલ્ડરોનાં નામ માટે બોર્ડે રેકોર્ડ ડેટ તરીકે 23 નવેમ્બર, 2022ની જાહેરાત કરી છે, જેઓ સ્કીમ ઓફ એરેન્જમેન્ટન પગલે HGSL દ્વારા જારી કરાનારા શેરો મેળવવાને પાત્ર રહેશે. 23 નવેમ્બર, 2022નાં રોજ કંપનીમાં ઇક્વિટી શેરો ધરાવતાં એનડીએલનાં તમામ શેરધારોને એનડીએલમાં રૂ. 10ની કિંમતનો એક એવા દરેક 63 ફુલ્લી પેઇડ ઇક્વિટી શેર દીઠ HGSLનાં રૂ. 10નો એક એવા 20 ઇક્વિટી શેરો ફાળવવામાં આવશે. રેકોર્ડ ડેટનાં રોજ એનડીએલનાં તમામ શેરહોલ્ડર્સ રેકોર્ડ ડેટ બાદ HGSL દ્વારા ડિવિડન્ડ (વચગાળાનું અને અંતિમ), બાય બેક સહિતનાં અન્ય કોર્પોરેટ કાર્યોમાં ભાગ લેવાને પાત્ર રહેશે.

અશોક લેલેન્ડએ નવું ICV પ્લેટફોર્મ પાર્ટનર સુપર પ્રસ્તુત કર્યું

ચેન્નાઈ: હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની તથા ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડએ આજે 9.15T, 10.25T અને 11.28T GVW કેટેગરીમાં અનુક્રમે 914, 1014 અને 1114 મોડલ્સ સાથે નવું ICV પ્લેટફોર્મ પાર્ટનર સુપરપ્રસ્તુત કર્યું હતું. નવું પ્રસ્તુત થયેલું પ્લેટફોર્મ ડ્રાઇવરને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરવા અદ્યતન ટિલ્ટ-એબલ ડે કેબિટ સાથે ડિઝાઇન કરેલું છે અને બેસ્ટ-ઇન-ક્લાસ પેલોડ ક્ષમતા ધરાવે છે. પાર્ટનર સુપર સંબંધિત લોડ એપ્લિકેશન્સમાં ગ્રાહકની જરૂરિયાતો પૂર્ણ કરશે, જેમ કે ઇ-કોમર્સ, બેવરેજ, એફએમસીજી, વ્હાઇટગૂડ્સ, પાર્સલ, ફ્રૂટ્સ વગેરે, જે શ્રેષ્ઠ માઇલેજ ઇચ્છે છે. આ ચપળ છે અને સાંકડી/ગીચ માર્કોમાં શ્રેષ્ઠ મેનુવરેબિલિટી સુનિશ્ચિત કરે છે તેવું અશોક લેલેન્ડના એમએચસીવીના હેડ સંજીવ કુમારે કહ્યું હતું.

નયારા એનર્જીએ CFO તરીકે રજની કેસરીની નિમણૂક કરી

મુંબઈ: ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની  નયારા  એનર્જીએ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સુશ્રી રની કેસરીની નિમણૂક કરી છે. ઉદ્યોગ, ઉત્પાદન અને ફાર્માસ્યુટિકલ તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક જોડાણ, ફાઇનાન્સ કન્ટ્રોલરશિપ, એકાઉન્ટિંગ, કરવેરા અને ઓડિટમાં પોતાના બહોળા અનુભવ સાથે તેઓ કંપનીની ફાઇનાન્શિયલ કામગીરી સંભાળશે. સુશ્રી કેસરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ છે. તેઓ અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સમાંથી સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ પણ છે.

એર ઇન્ડિયા ઉદ્યોગના સંગઠનો FIA અને AAPAમાં સામેલ

દિલ્હી: એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર, એર ઇન્ડિયા બે મુખ્ય ઔદ્યોગિક સંસ્થાઓમાં જોડાઈ છે, જેથી કંપની ઉડ્ડયન ક્ષેત્રના ભવિષ્યને આકાર આપવા વધારે સારી રીતે પ્રદાન કરી શકે અને મદદરૂપ થઈ શકે. સ્થાનિક ક્ષેત્રમાં એર ઇન્ડિયા ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA)માં જોડાઈ છે. પ્રાદેશિક રીતે એર ઇન્ડિયા એસોસિએશન ઓફ એશિયા પેસિફિક એરલાઇન્સ (AAPA)માં સામેલ થનાર ભારતની પ્રથમ એરલાઇન બની છે. AAPA એશિયા પેસિફિક રિજનમાં શીડ્યુલ્ડ ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે ટ્રેડ એસોસિએશન છે. AAPAનો મુખ્ય ઉદ્દેશ એશિયા પેસિફિકના એરલાઇન ઉદ્યોગ માટે સામાન્ય હિતની બાબતો અને મુદ્દાઓ પર અભિપ્રાયો વ્યક્ત કરવાનો છે. એશિયા પેસિફિક એર કેરિયર્સ તરફથી AAPA એશિયન પરિપ્રેક્ષ્યો સરકારો, વિમાન ઉત્પાદકો, એરપોર્ટ ઓથોરિટીઝ અને ઉદ્યોગના અન્ય સંગઠનો સમક્ષ રજૂ કરે છે. AAPAના અન્ય સભ્યોમાં ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એશિયામાંથી મુખ્ય એરલાઇન્સ સામેલ છે.

ICICI પ્રુડેન્શિયલની લાંબા ગાળાની સેવિંગ્સ પ્રોડક્ટ  ‘ICICI પ્રુ સુખ સમૃદ્ધિ’ લોન્ચ

મુંબઈ: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે નવી પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ પ્રોડક્ટ ‘ICICI પ્રુ સુખ સમૃદ્ધિ’ પ્રસ્તુત કરી છે. આ પ્રોડક્ટ મહિલા ગ્રાહકોને બચતની સફર શરૂ કરવા અને નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા પ્રોત્સાહન આપીને મેચ્યોરિટીનો ઊંચો ફાયદો પણ આપે છે. ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા આ લાંબા ગાળાની સેવિંગ પ્રોડક્ટ બે વેરિઅન્ટ – ઇન્કમ અને લમ્પ સમમાં ઉપલબ્ધ છે.

ICICI પ્રુ સુખ સમૃદ્ધિ – ઇન્કમઃ આ બાળકના શિક્ષણ, વાર્ષિક વેકેશન, અથવા અન્ય કોઈ વચગાળાની આવકની જરૂરિયાત જેવા નાણાકીય લક્ષ્યાંકો પૂર્ણ કરવા કરમુક્ત ગેરન્ટેડ આવકના પૂરક સ્ત્રોત ઊભા કરે છે. આ વિકલ્પ ગ્રાહકોને ખરીદીના સમયે પસંદ કરેલા ચોક્કસ સમયગાળા માટે ગેરન્ટેડ નિયમિત આવક પ્રદાન કરે છે. ઉપરાંત ગ્રાહકોને લમ્પ સમ મેચ્યોરિટી બેનિફિટ પણ મળશે.

ICICI પ્રુ સુખ સમૃદ્ધિ – લમ્પ સમ: આ વેરિઅન્ટ એવા ગ્રાહકો માટે આદર્શ છે, જેઓ લાંબા ગાળે ફંડ ઊભુ કરવા તથા મકાન ખરીદવા, બાળકોના ઉચ્ચ શિક્ષણના ફાઇનાન્સ, કે વારસાગત આયોજન જેવા મોટા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા લમ્પ સમ મેચ્યોરિચી રકમનો ઉપયોગ કરવા આતુર છે.