અમદાવાદઃ ફુગાવો ડબલ ડિજિટમાંથી સિંગલ ડિજિટમાં આવ્યો હોવા ઉપરાંત વૈશ્વિક પ્રવાહો પ્રોત્સાહક છતાં ભારતીય શેરબજારોમાં નબળા તેજીવાળાઓનું પ્રોફીટ બુકિંગ રહેતાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. જોકે, બજાર નિષ્ણાતો આને નવી ટોચ પૂર્વેનું આવકાર્ય કરેક્શન ગણાવી રહ્યા છે. સેન્સેક્સ સવારે 29 પોઇન્ટના ગેપડાઉન સાથે ખૂલી ઊપરમાં 121 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ સુધારો ક્ષણ જીવી નિવડ્યો હતો. ઇન્ટ્રા-ડે 223 પોઇન્ટના ઘટાડા બાદ છેલ્લે સેન્સેક્સ 170.89 પોઇન્ટ ઘટી 61624.15 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 20.55 પોઇન્ટના ઘટાડા સાથે 18329.15 પોઇન્ટ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ376917181899
સેન્સેક્સ301614
52 વીકહાઇ 173લો 60 
સર્કિટઅપર 15લોઅર 3

એલઆઇસીનો શેર 6 ટકા ઊછળ્યો

એલઆઇસીનો શેર બીજા ત્રિમાસિક પ્રોત્સાહક પરીણામો પાછળ આજે 6 ટકા ઊછળ્યો હતો. કંપનીનો ચોખ્ખો નફો અનેક ગણો વધી રૂ. 15592 કરોડ (રૂ. 1433 કરોડ) થયો છે. કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ વધી રૂ. 42.93 લાખ કરોડ (રૂ. 39.50 લાખ કરોડ) થઇ છે.

આગલો બંધ628.05
ખૂલી666.10
વધી682.70
ઘટી654.60
બંધ664.80
સુધારોરૂ. 36.75
સુધારો5.85 ટકા

મેટલ રિયાલ્ટીમાં તેજીની આગેકૂચ

મેટલ ઇન્ડેક્સ 298.73 પોઇન્ટના સુધારા સાથે 20443.68 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ હિન્દાલકો 6 ટકા, નેશ. એલ્યુ. 4.56 ટકા, એપીએલ એપોલો 2.91 ટકા અને જિંદાલ સ્ટીલ 2.86 ટકા સુધર્યા હતા.

રિયાલ્ટી ઇન્ડેક્સ 37.67 પોઇન્ટના સુધારા સાથે 3608.86 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ આબીઆર રિયલએસ્ટેટ 5.89 ટકા, શોભા 3.18 ટકા, ઓબેરોય રિયાલ્ટી 2.95 ટકા અને સનટેક 2.40 ટકા સુધર્યા હતા.

એફએમસીજી અને પાવર ઇન્ડેક્સમાં સાધારણ ઘટાડો

એફએમસીજી ઇન્ડેક્સ 1.29 ટકા અને પાવર ઇન્ડેક્સ 0.69 ટકા ઘટ્યા હતા. અન્ય ઇન્ડાઇસિસમાં પણ સ્ટોક સ્પેસિફિક સુધારા-વધારાની ચાલ રહી હતી.

173 સ્ક્રીપ્સ વર્ષની ટોચે

બીએસઇ ખાતે 173 સ્ક્રીપ્સ વર્ષની ટોચે પહોંચી હતી તે પૈકી એઆઇએ એન્જિનિયરિંગ, અંબુજા સિમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

TOP 5 GAINERS

SecurityLTP (₹)Change% Ch.
REPCOHOME260.55+23.65+9.98
KIMS1,578.95+130.40+9.00
HNDFDS609.05+50.25+8.99
STAR345.05+26.55+8.34
NEULANDLAB1,933.30+140.65+7.85

TOP 5 LOSERS

SecurityLTP (₹)Change% Change
SUNTV502.25-48.90-8.87
DCMSHRIRAM935.00-84.45-8.28
TVTODAY251.45-20.35-7.49
JISLJALEQS32.75-2.50-7.09
RBA117.45-8.55-6.79