અમદાવાદઃ ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તથા મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમે ઓકટોબરમાં 34 લાખ ધિરાણોની  ચૂકવણી કરીને વાર્ષિક ધોરણે 161 ટકાની વૃધ્ધિ નોંધાવી છે, જ્યારે  તેણે ઓકટોબરમાં વિતરણ કરેલા  કુલ ધિરાણનુ  મૂલ્ય વધીને રૂ. 3076 કરોડ (407 મિલિયન ડોલર, વાર્ષિક ધોરણે 387 ટકાની વૃધ્ધિ) થયુ છે. ટોટલ મર્ચન્ટ સબસ્ક્રીપ્શન ડિવાઈસ વધીને 51 લાખ થતાં ઓફફલાઈન ચૂકવણીઓમાં Paytmની આગેવાની વધુ મજબૂત બની છે. ઓકટોબર માસમાં મન્થલી ટ્રાન્ઝેકટીંગ યુઝરની સંખ્યા સરેરાશ 84 લાખ રહેતાં  કંપનીનો વપરાશકારો સાથેનો નાતો સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. દરમ્યાનમાં Paytm મારફતે પ્રોસેસ કરવામાં આવેલી જીએમવી એકંદરે રૂ. 1.18 લાખ કરોડ (14 અબજ ડોલર)થતાં વાર્ષિક 42 ટકાના દરે વૃધ્ધિ નોંધાઈ છે. કંપનીના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ શેરધારકોને પત્ર લખી જણાવ્યુ છે કે એક વિસ્તારી શકાય તેવા અને નફાકારક ફાયનાન્સિયલ બિઝનેસની હજુ શરૂઆત જ થઈ છે. Paytmએ તેનાં નાણાંકિય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી છે, જેમાં વાર્ષિક 76 ટકાના દરે વૃધ્ધિ નોંધાવતાં આવક રૂ. 1914 કરોડ થઈ છે, જ્યારે કોન્ટ્રિબ્યુશન પ્રોફીટ વાર્ષિક 224 ટકાની વૃધ્ધિ સાથે રૂ.843 કરોડ થયો છે.તેના પરિણામે કંપનીની ખોટ 11 ટકા ઘટી છે.