સ્પાઇસ જેટની Q2FY2023 ચોખ્ખી ખોટ રૂ. 260 કરોડ, આવકો 45 ટકા વધી

ગુરુગ્રામઃ સ્પાઇસ જેટે Q2FY2023 માટે આવકો 45 ટકા વૃદ્ધિ સાથે રૂ. 837.8 કરોડ (રૂ. 561.7 કરોડ) નોંધાવી છે. કંપનીની કુલ આવકો 45 ટકા વધી રી. 2104.7 કરોડ (રૂ. 1538.7 કરોડ) થઇ છે. કંપનીના ઓપરેટિંગ ખર્ચ રૂ. 2942.6 કરોડ (રૂ. 2100.4 કરોડ) થયા છે. કંપની એ EBITDA બેઝિસ ઉપર ચોખ્ખી ખોટ રૂ. 413.59 કરોડ (રૂ. 106.4 કરોડ) નોંધાવી છે.

પરીણામો અંગે કંપનીના સીએમડી અજય સિંઘે જણાવ્યું કે, આ સેક્ટર લાંબા સમયથી પડકારોનો સામનો કરી રહ્યું છે. જોકે, ECLGS લિમિટમાં તાજેતરમાં સરકારે વધારો કરી રૂ. 1500 કરોડ કર્યો હોવાના કારણે થોડી સ્થિરતા આવી છે.

કંપનીની કામગીરી ઉપર એક નજર

એવરેજ ડોમેસ્ટીક લોડ ફેક્ટર85 ટકા
નવા રૂટ્સ લોન્ચ કરાયા12
નવી ચાર્ટર ફ્લાઇટ્સ ઓપરેટ થઇ215