એથર ઇન્ડસ્ટ્રીઝની HFY-23ના Q2માં આવકો વધી ચોખ્ખો નફો 27.2 કરોડ

સુરત: એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે HFY-22 થી HFY-23 સુધી કરાર સંશોધન અને ઉત્પાદન સેવાઓ (CRAMS)માં 68% વૃદ્ધિ અને કોન્ટ્રાક્ટ/ એક્સક્લુઝિવ મેન્યુફેક્ચરિંગમાં 112% વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ HFY-23ના Q2માં કુલ આવકો રૂ. 146.6 કરોડ (રૂ. 145.5 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 7 ટકા વધી રૂ. 27.2 કરોડ (રૂ. 25.2 કરોડ) નોંધાયો છે. અર્ધવાર્ષિક ધોરણે કંપનીની આવકો 5.8 ટકા વધી રૂ. 312.8 કરોડ (રૂ. 295.7 કરોડ) થઇ છે. જ્યારે ચોખ્ખો નફો 0.6 ટકા વધી રૂ. 57.8 કરોડ (રૂ. 57.5 કરોડ) થયો છે. પરિણામો પર ટિપ્પણી કરતા કંપનીના પ્રમોટર અને પૂર્ણકાલિન ડાયરેક્ટર ડૉ. અમન દેસાઇએ જણાવ્યું કે, લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ મોડલ, 2 ધીમા ક્વાર્ટર હોવા છતાં, અમારી આગામી ગ્રીન-ફિલ્ડ મેન્યુફેક્ચરિંગ સાઇટમાં 5 નવા ઉત્પાદનો લૉન્ચ થવાને કારણે ટૂંક સમયમાં ઉપર તરફ વલણ હોવું જોઈએ, જે ડિસેમ્બર 2022 સુધીમાં શેડ્યૂલ પર છે અને તબક્કાવાર લૉન્ચ થવાના ટ્રેક પર છે.