US સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે 12 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું
વેસ્ટેડ ફાઇનાન્સ કંપનીએ સીરિઝ એ ફંડિંગમાં 12 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. જ્યારે આ રાઉન્ડ એયોન કેપિટલના નેતૃત્વમાં યોજાયો હતો, ત્યારે કંપનીને હાલના રોકાણકારો ટેનોનેટેન, ઓવો ફંડ, વેડબુશ વેન્ચર્સ, આઇપીવી અને અપસ્કેલ પાસેથી સતત ટેકો મળ્યો છે. નવા રોકાણકારો 9યુનિકોર્ન્સ, અંકુર વારિકૂ (ગ્રૂપઓન ઇન્ડિયાના પૂર્વ-સીઇઓ), ધ્રુવિલ સંઘવી (સીઇઓ, લોજિનેક્સ્ટ) અને સૌમિલ પારેખ (વીપી, માર્કેટિંગ, ફાર્મઇઝી) પણ બોર્ડ પર આવ્યાં છે. અક્ષત શ્રીવાસ્તવ, મુકુલ મલિક (એસેટ યોગી), શરણ હેડગે (ફાઇનાન્સ વિથ શરણ), ધ્રુવ રથી, શશાંક ઉડુપા અને અન્ય જેવા કન્ટેન્ટ ક્રિએટર્સે પણ રોકાણ કર્યું છે.
વેસ્ટેડ ફાઇનાન્સ સરળ અને વાજબી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે સંપત્તિનું સર્જન કરવાની તકોની સુલભતા પ્રદાન કરવાના ઉદ્દેશ પ્રત્યે કટિબદ્ધ છે. વેસ્ટેડ ડાયરેક્ટે ઝીરો ટ્રાન્ઝેક્શન ફી અને 1.2 ટકાના ફિક્સ્ડ ફોરેક્સ માર્કઅપ સાથે ફંડ ટ્રાન્સફરના ખર્ચમાં નોંધપાત્ર રીતે ઘટાડો કર્યો છે, જે ઉદ્યોગમાં સૌથી ઓછા પૈકીના એક છે.
વેસ્ટેડ ફાઇનાન્સે વર્ષ 2021માં 250 મિલિયન ડોલરથી વધારેના વ્યવહારોની પ્રક્રિયા કરી છે અને વર્ષ 2021માં પ્લેટફોર્મ પર ડિપોઝિટ પણ ત્રણ ગણી થઈ છે. કંપનીની આંતરરાષ્ટ્રીય ટીમ ભારત, અમેરિકા અને કેનેડામાં કામ કરે છે. અમેરિકાના બજારોમાં ભારતીય રોકાણકારોને સુવિધા આપવા વેસ્ટેડે 35થી વધારે પાર્ટનર સાથે જોડાણ કર્યું છે, જેમાં ભારતમાં બ્રોકર્સ, ફિનટેક્સ અને વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ સામેલ છે, જેમાં એક્સિસ સીક્યોરિટીઝ, કુવેરા, એન્જલ બ્રોકિંગ અને 5પૈસા જેવી સામેલ છે.