દેશનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ NTPC દ્વારા રામાગુંડમ ખાતે કાર્યરત

default

નવી દિલ્હી: NTPC લિમિટેડ, ભારતની સૌથી મોટી સંકલિત ઉર્જા કંપનીએ 100 મેગાવોટમાંથી 20 મેગાવોટની છેલ્લા ભાગની ક્ષમતાની સીઓડી રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ જાહેર કરી છે. રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ એ NTPC દ્વારા શરૂ કરાયેલ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ છે. સફળ કમિશનિંગ સાથે, રામાગુંડમ, તેલંગાણા ખાતે 100 મેગાવોટ રામાગુંડમ ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટમાંથી 20 મેગાવોટની છેલ્લી ભાગની ક્ષમતાને વાણિજ્યિક ઓપરેશન માટે કાર્યરત કરાઇ છે.

default

કંપનીની કુલ સ્થાપિત ક્ષમતા 69,134.20 મેગાવોટ છે જેમાં 23 કોલસા આધારિત, 7 ગેસ આધારિત, 1 હાઇડ્રો, 19 નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ છે. JV હેઠળ, NTPC પાસે 9 કોલસા આધારિત, 4 ગેસ આધારિત, 8 હાઇડ્રો અને 5 રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે.

ભારત ઓમાન રિફાઇનરીઝ (BORL)નું ભારત પેટ્રોલિયમમાં વિલિનીકરણ

મુંબઈ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ એની પેટાકંપની રિફાઇનરી ભારત ઓમાન રિફાઇનરીઝ લિમિટેડ (BORL)નું વિલિનીકરણ કરવાની જાહેરાત કરી છે. બીપીસીએલ અને એની ગ્રૂપ કંપનીઓ ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં અપસ્ટ્રીમ, રિફાઇનિંગ અને ડાઉનસ્ટ્રીમ વેલ્યુ ચેઇનમાં નોંધપાત્ર કામગીરી ધરાવે છે. BORL પાઇપલાઇનના નેટવર્ક દ્વારા ઉત્તર અને મધ્ય ભારતમાં ઉત્પાદનને સુરક્ષા અને લોજિસ્ટિક્સનો લાભ આપે છે. એટલે બીપીસીએલના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માગ પૂરી કરવા માટેના પ્રયાસોમાં બિના રિફાઇનરી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

વિલિનિકરણના મુખ્ય ફાયદાઓ

ક્રૂડની ખરીદીના કેટલાંક મુખ્ય ફાયદા છે  જેમકે, ક્રૂડ ઓઇલની ખરીદીનો અસરકારક ખર્ચ, ક્રૂડ ફીડસ્ટોકની પસંદગીમાં ફ્લેક્સિબિલિટી, ઉત્પાદનના આયોજન/રિફાઇનરી માટે ઉત્પાદન મિશ્રણમાં અસરકારકતા. બિના રિફાઇનરી પોતાના ઉત્પાદનો ખાલી કરવા બીપીસીએલના માર્કેટિંગ નેટવર્કની અનિયંત્રિત સુલભતા ધરાવશે. કેટલાંક અક્ષય ઊર્જાના ઉત્પાદનો, 1.2 MMTPA ઇથીલિન ક્રેકર યુનિટ અને પેટ્રોકેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના મોટા જમીનના પાર્સનલ માટે કરવામાં આવી છે, જે બિના રિફાઇનરી પાસે ઉપલબ્ધ છે.

આ અંગે અરુણ કુમાર સિંહે કહ્યું હતું કે, ઊર્જા ક્ષેત્ર મોટા પરિવર્તનમાં પસાર થઈ રહ્યું હોવાથી બીપીસીએલએ ઊર્જા ક્ષેત્રની તમામ કેટેગરીઓમાં પોતાની કામગીરીનું વિસ્તરણ કરવા તથા ભવિષ્યની વૃદ્ધિ અને સસ્ટેઇનેબિલિટી માટે સ્પષ્ટ યોજના બનાવી છે. બિના રિફાઇનરીના વિલિનીકરણ સાથે અમે ઝડપથી બદલાતા ઊર્જા બજારમાં વધારેઅસરકારકતા અને નફાકારકતા માટે સ્પર્ધા કરવાની ક્ષમતા ઊભી કરીશું. જ્યારે ભારત પેટ્રોલિયમની મુંબઈ, કોચી અને બિના ખાતે રિફાઇનરીઓ સંયુક્તપણે આશરે 35.3 MMTPAની રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે વિતરણ નેટવર્ક 20,000થી વધારે રિટેલ આઉટલેટ, 6,100થી વધારે એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ, 733 લ્યુબ્સ ડિસ્ટ્રિબ્યુટરશિપ, 123 પીઓએલ સ્ટોરેજ લોકેશન, 53 એલપીજી બોટલિંગ પ્લાન્ટ, 60 એવિએશન સર્વિસ સ્ટેશન, 3 લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ અને 4 ક્રોસ-કન્ટ્રી પાઇપલાઇન ધરાવે છે.

વોર્ડવિઝાર્ડે જૂન-22માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વેચાણમાં 127 ટકા વૃદ્ધિ નોંધાવી

વડોદરા: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડની ઉત્પાદક વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ જૉય ઇ-બાઇકના વેચાણમાં જૂન, 2022માં ગયા વર્ષની સરખામણીમાં 127 ટકા વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ જૂન, 2022માં લૉ-સ્પીડ અને હાઈ-સ્પીડ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના 127 યુનિટનું વેચાણ કર્યું હતું, જે જૂન, 2021માં 938 યુનિટ હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન, 2022)માં ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાયકલના 8,000થી વધારે યુનિટ (8,267)નું વેચાણ કર્યં છે, જે ગયા વર્ષના સમાન ગાળા (એપ્રિલથી જૂન, 2021)ની સરખામણીમાં 338 ટકા વધારે છે. વેચાણની આ કામગીરી અને ડિલિવરી પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, અમે તબક્કાવાર રીતે અમારા હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ Wolf+ (વોલ્ફ+) અને જેન નેક્સ્ટ Nanu+ (નાનુ+)ની ડિલિવરી પણ શરૂ કરી છે તથા મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન વગેરે રાજ્યોમાં 500થી વધારે યુનિટનું વેચાણ કર્યું છે. આગામી તબક્કાઓમાં અમે ભારતના વધારે રાજ્યોમાં અમારા ઉત્પાદનની પહોંચ વધારીશું અને અમારા પરિવારમાં નવા ગ્રાહકોને સામેલ કરીશું.

જૂન, 2022ની મુખ્ય કામગીરી
વિશ્વ પર્યાવરણ દિવસ 2022ના રોજ ગ્રીન પ્લાન્ટેશન અભિયાન  વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે કંપનીએ 10,000થી વધારે છોડ વાવીને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
ભારતના આયર્લેન્ડ ટૂર 2022 માટે પ્રાયોજકવોર્ડવિઝાર્ડ ભારતના આયર્લેન્ડ ટૂર 2022ની અધિકૃત પાવર્ડ બાય સ્પોન્સર બની છે.