Corporate Results
બેન્ક ઓફ ઈન્ડિયાનો નફો બમણો થયો
સરકારી બેન્ક બેન્ક ઓફ ઈન્ડિયાનો માર્ચ ત્રિમાસિક સ્ટેન્ડઅલોન નફો બમણો વધી રૂ. 606 કરોડ થયો છે. ગતવર્ષે રૂ. 205 કરોડ હતો. કુલ આવકો વધી રૂ. 11443.46 કરોડ (રૂ. 11155.53 કરોડ) થઈ છે. નેટ એનપીએ સુધરી 2.34 ટકા નોંધાઈ છે. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો રૂ. 3404.70 કરોડ (રૂ. 2160.30 કરોડ) રહ્યો છે.
SAILનું રૂ. 2.25 અંતિમ ડિવિડન્ડ
સ્ટીલ કંપની SAILનો ચોખ્ખો નફો ગતવર્ષે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 3469.88 કરોડ સામે આ વર્ષે 28 ટકા ઘટી રૂ. 2478.82 કરોડ નોંધાયો છે. કુલ આવકો વધી રૂ. 31175.25 કરોડ (રૂ. 23533.29 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 2.25નુ અંતિમ ડિવિડન્ડ જારી કર્યુ છે. વેચાણો વધી 4.71 મિલિયન ટન (4.34 મિલિયન ટન) રહ્યા છે.
ગ્રાસિમનો નફો 56 ટકા વધ્યો
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 55.56 ટકા વધી રૂ. 4070.46 કરોડ (રૂ. 2616.64 કરોડ) જ્યારે આવકો 18.07 ટકા વધી રૂ. 28811.39 કરોડ (રૂ. 24401.45 કરોડ) થઈ છે.
બજાજ આલિયાન્ઝ લાઇફની બોનસ જાહેરાત
બજાજ આલિયાન્ઝ લાઇફે તેનાં પોલિસીધારકો માટે સતત 21માં વર્ષે આકર્ષક બોનસની જાહેરાત કરી છે. પોલિસીધારકો માટે રૂ. 1070 કરોડનું બોનસ જાહેર કર્યું છે. તેમાં માર્ચ 2022માં જાહેર કરાયેલા રૂ. 840 કરોડનાં રેગ્યુલર રિવર્ઝનરી બોનસ અને નાણાકીય વર્ષ 2022 દરમિયાન ચૂકવવામાં આવેલા રૂ. 230 કરોડનાં ટર્મિનલ અને કેશ બોનસ સમાવિષ્ટ છે. કંપનીના 11.62 લાખથી વધુ માન્ય પોલિસીધારકોને લાભ થશે.
એશિયન ગ્રેનિટોનું 70 પૈસા ડિવિડન્ડ
એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિનો વાર્ષિક ચોખ્ખો નફો 60.5 ટકા વધી રૂ. 91.8 કરોડ નોંધાયો છે. ગતવર્ષે 57.2 કરોડ હતો. 2020-21માં રૂ. 1292.3 કરોડ સામે 2021-22માં ચોખ્ખા વેચાણો 21 ટકા વધી રૂ. 1,563.8 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા છે. નાણાંકીય વર્ષ માટે કુલ નિકાસો રૂ. 204.9 કરોડ રહી હતી. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 0.70ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
અન્ય કંપની પરિણામ એક નજરે
વિગત | ચોખ્ખો | નફો | આવકો | |
કંપની | માર્ચ-22 | માર્ચ-21 | માર્ચ-22 | માર્ચ-21 |
ઈપ્કા લેબ | 130.23 | 161.34 | 1303.64 | 1134.58 |
મિન્ડા ઈન્ડ. | 156 | 164 | 2415 | 1138 |
જ્યોથી લેબ્સ | 36.94 | 27.28 | 546.71 | 495.11 |
બલરામ ચીની | 240.48 | 235.50 | 1291.37 | 1027.24 |