મુંબઈ, 8 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.6,903.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,393.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5509.26 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,038ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.73,038 અને નીચામાં રૂ.72,892 ના મથાળે અથડાઈ, રૂ.55 ઘટી રૂ.72,996ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.135 ઘટી રૂ.58,726 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.7,187ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50 ઘટી રૂ.72,960ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાનો વાયદો રૂ.55 અને ચાંદીનો વાયદો રૂ.139 ઘટ્યો

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,295ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,438 અને નીચામાં રૂ.93,180 ના મથાળે અથડાઈ, રૂ.139 ઘટી રૂ.93,415 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.135 ઘટી રૂ.93,340 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.138 ઘટી રૂ.93,340 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓ પણ ઢીલી

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.873.85ના ભાવે ખૂલી, રૂ.2.80 ઘટી રૂ.872.45 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.234.05 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.190ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.275ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.235.40 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.189.95 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.65 ઘટી રૂ.274.75 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલમાં સુધારાનો સંચારઃ ક્રૂડ તેલ રૂ.56 લપસ્યું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,930 અને નીચામાં રૂ.6,918 ના મથાળે અથડાઈ, રૂ.56 ઘટી રૂ.6,921 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.54 ઘટી રૂ.6,923 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.196ના ભાવે ખૂલી, રૂ.0.30 વધી રૂ.195.90 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 0.3 વધી 196.1 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.1.13 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,390ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,390 અને નીચામાં રૂ.58,010 ના મથાળે અથડાઈ, રૂ.220 ઘટી રૂ.58,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.20 વધી રૂ.992 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,393 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,509 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.286.73 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.661.78 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.145.27 કરોડનાં 3,333 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.100.62 કરોડનાં 6,015 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.31.51 કરોડનાં 445 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.6.02 કરોડનાં 109 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.114.86 કરોડનાં 526 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.41.65 કરોડનાં 613 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.12 કરોડનાં 4 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.64 કરોડનાં 102 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)