અમદાવાદ: વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જીસ તેમજ ક્રિપ્ટો આધારિત કંપનીઓનું મોટાપાયે ફંડ્સ ધરાવતી ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેન્કને તાળા મારવામાં આવ્યા છે. જેના પરિણામે ક્રિપ્ટો માર્કેટમાં ખળભળાટ મચ્યો છે. કોઈનબેઝ, સેલ્સિયસ, સ્ટેબલ કોઈન ઈશ્યૂઅર પોક્સોસ સહિતની ક્રિપ્ટો ફર્મ્સ સિગ્નેચર બેન્કમાં જમા ફંડ્સ વિશે માહિતી જાહેર કરી રહી છે. આ ફંડ્સ તેમને સંપૂર્ણપણે પાછું મળે તેવી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી રહી છે.

યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન સાથે યુ.એસ. અર્થતંત્રને સુરક્ષિત કરવા માટે ક્રિપ્ટો-ફ્રેન્ડલી સિગ્નેચર બેન્કને 12 માર્ચના રોજ ન્યૂયોર્કના નિયમનકારો દ્વારા બંધ કરવામાં આવી હતી. ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝે 12 માર્ચે ટ્વીટ કર્યું હતું કે સિગ્નેચર ખાતે લગભગ $24 કરોડનું કોર્પોરેટ ફંડ્સ જમા છે જે તેને સંપૂર્ણપણે પરત કરવામાં આવશે તેવી અપેક્ષા છે. સ્ટેબલકોઈન ઈશ્યૂઅર અને ક્રિપ્ટો ફર્મ Paxosએ પણ ટ્વિટ કરી બેન્કમાં 25 કરોડ ડોલરનું ફંડ જમા હોવાની માહિતી આપી છે. પરંતુ તેમાં ખાનગી વીમો રાખવામાં આવ્યો છે જે થાપણકર્તા દીઠ $250,000ના પ્રમાણભૂત FDIC વીમા દ્વારા આવરી લેવામાં ન આવતી રકમને આવરી લે છે.

ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીની અનેક કંપનીઓના એક્સપોઝર

સિગ્નેચર બેન્કમાં ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીની અનેક કંપનીઓએ સેવા લઈ રહી છે. જેમાં ઘણી કંપનીઓ કોઈ ખાસ એક્સપોઝર ન હોવા છતાં બેન્ક બંધ થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વેબ3 ગેમ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ ઇમ્યુટેબલ Xના કો-ફાઉન્ડર રોબી ફર્ગ્યુસન અને મીડિયા-કેન્દ્રિત થીટા નેટવર્ક બ્લોકચેનના કો-ફાઉન્ડર મિચ લિયુએ અલગ-અલગ ટ્વીટ કરી જણાવ્યું હતું કે,  બેન્કમાં હાલ તેમનુ કોઈ એક્સપોઝર નથી. Crypto exchange Crypto.com એ પણ સીઇઓ ક્રિસ માર્ઝાલેક અને સ્ટેબલકોઇન ફર્મ ટેથરના ચીફ ટેક્નોલોજી ઓફિસર, પાઓલો આર્ડોઇનો દ્વારા 12 માર્ચના ટ્વીટમાં કરી આ કોઈ ફંડ બેન્કમાં ન હોવાનું જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વે FDICને સિલિકોન વેલી બેન્ક, ટેક-સ્ટાર્ટઅપ-કેન્દ્રિત બેન્કમાં થાપણદારોને સુરક્ષિત કરવા પગલાં લેવા માટે મંજૂરી આપી હતી. આ બેન્કો દ્વારા ક્રિપ્ટો સેક્ટરમાં મોટાપાયે એક્સપોઝર થતાં લિક્વિડિટીની સમસ્યાઓનો અનુભવ કર્યો હતો. ગ્રાહકોની જરૂરિયાતોને આવરી લેતા ફેડ દ્વારા $25 અબજનો પ્રોગ્રામ અંગે જાહેરાત કરવામાં આવી હતી.