મુંબઇઃ ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો જાહેર કરશે. જર્મની સહિત ઘણાં યુરોપિયન દેશોમાં ફુગાવો વધ્યો છે. ડોલર મજબૂત બની રહ્યો હોવાથી ક્રિપ્ટો માર્કેટને કરેક્શનનો દોર જોવા મળ્યો છે. સ્ટેબલ કોઈનની સુરક્ષા પર પણ જોખમ વધતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટ અસર થઈ છે. આગામી સપ્તાહનો બિટકોઈન ચાર્ટ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. સપ્તાહની શરૂઆતમાં બિટકોઈન 3.36 ટકા ઉછાળા સાથે 25 હજાર ડોલરની સપાટી વટાવી ગયો હતો. પરંતુ હેવી સેલિંગ પ્રેશરના કારણે તે 25135.59 ડોલરની સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ રહેવાની સાથે સપ્તાહના અંતે 12.75 ટકા તૂટ્યો હતો.

મંદીના માહોલમાં રોકાણકારોનું પ્રોફિટ બુકીંગ

 ટેરા-લુના ક્રેશ, જિયોપોલિટિકલ ટેન્શન, ફેડ રિઝર્વ દ્વારા લેવાયેલા પગલાંઓના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ક્રિપ્ટો માર્કેટમા મંદીનો માહોલ છે. 3 મહિનામાં બિટકોઈન 17709 ડોલરની નિચી સપાટીએ પહોંચતાં તેમાં ખરીદી વધી હતી. કોઈનગ્લાસના આંકડાઓ મુજબ, સપ્તાહમાં તેજીનું વલણ દર્શાતા જ 156156 ટ્રેડર્સે 53.8 કરોડ ડોલરથી વધુની વેચવાલી કરી પ્રોફિટ બુક કર્યો હોવાથી બિટકોઈન અને ઈથેરિયમમાં કરેક્શન જોવાયું હતું. Coin DCX Research Desk અનુસાર, સપ્તાહની શરૂઆતમાં બિટકોઈનમાં ઉછાળો નોંધાતાં 25000 ડોલરની સપાટી ક્રોસ કરી હોવા છતાં બુલિશ ટ્રેન્ડ જાળવી રાખવા નિષ્ફળ રહ્યો છે. માર્કેટકેપ ઘટી 415.62 અબજ ડોલરે પહોંચી છે. આગામી સપ્તાહ માટે 19000 ડોલરનો સપોર્ટ લેવલ જાળવે તે જરૂરી છે. Giottus Crypto Platformના સીઈઓ વિક્રમ સુબ્બુરાજના જણાવ્યા અનુસાર ટેક્નિકલ ચાર્ટ અનુસાર તેની 50 અને 200 દિવસની એક્સપોન્શનલ મુવિંગ એવરેજ (EMA) 21300 ડોલરથી ઘટી છે. રેઝિસ્ટન્સ લેવલ 23000-28000 ડોલર રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)