• 500 કરોડનો ફ્રેશ ઇશ્યૂ, પ્રમોટર દ્વારા રૂ. 100 કરોડની ઓફર
  • ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે

બેંગલુરુ સ્થિત ડીસીએક્સ સિસ્ટમ્સ લિમિટેડે મૂડીબજાર નિયમનકાર સેબીમાં આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) દ્વારા રૂ. 600 કરોડનું ફંડ ઊભું કરવા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આઇપીઓમાં રૂ. 500 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 100 કરોડના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરમાં એનસીબીજી હોલ્ડિંગ્સ ઇન્ક દ્વારા રૂ. 50 કરોડ અને વીએનજી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. 50 કરોડ સુધીના ઇક્વિટી શેરનું વેચાણ સામેલ છે.

ફંડનો ઉપયોગ ક્યાં કરાશે

  • ઋણની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી
  • કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવી
  • પેટાકંપની રેનીયલ એડવાન્સ્ડ સિસ્ટમ્સમાં રોકાણ કરવું
  • સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે

કંપની વિશે સંક્ષિપ્ત વિગતો

કંપની ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં સૌથી વધુ ઝડપથી વિકસતી કંપની છે તથા ફ્રોસ્ટ એન્ડ સુલિવન રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં ઉત્પાદન ક્ષમતા અને આવકની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોનિક સબ-સિસ્ટમ્સનું ઉત્પાદન કરવા અને કેબલ હાર્નેસ માટે અગ્રણી ભારતીય કંપની છે. ડીસીએક્સ સિસ્ટમ્સ મુખ્યત્વે સિસ્ટમ સંકલન તથા કેબલ્સ અને વાયર હાર્નેસની વિવિધ એસેમ્બલીઓના વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવામાં સંકળાયેલી છે તેમજ કિટિંગમાં પણ સંકળાયેલી છે. ડીસીએક્સ સિસ્ટમ્સે વર્ષ 2011માં કામગીરી શરૂ કરી હતી તથા સંરક્ષણ ઉત્પાદન પ્રોજેકટ્સનો અમલ કરવા માટે વિદેશી ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદનો (ઓઇએમ) માટે પસંદગીની ઇન્ડિયન ઓફસેટ પાર્ટનર (આઇઓપી) છે.

મુખ્ય ગ્રાહકોની યાદી

એલ્ટા સિસ્ટમ્સ લિમિટેડ, ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – સિસ્ટમ મિસાઇલ્સ એન્ડ સ્પેસ ડિવિઝન, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એસ્ટ્રા રાફેલ કોમસીસ પ્રાઇવેટ લિમિટેડ, આલ્ફા-એલ્સેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, આલ્ફા ડિઝાઇન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ લિમિટેડ, કલ્યાણી રાફેલ એડવાન્સ્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, એસએફઓ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ અને ડીસીએક્સ-ચોલ એન્ટરપ્રાઇઝીસ ઇન્ક.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાકીય વર્ષ 2018-19માં કામગીરીમાંથી કંપનીની આવક રૂ. 299.87 કરોડથી 46.22 ટકાના સીએજીઆરના દરે વધીને નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 641.16 કરોડ અને 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા નવ મહિનામાં રૂ. 728.23 કરોડ હતી.

ઓર્ડર બુકની સ્થિતિ

31 માર્ચ, 2019ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 1042.30 કરોડ હતી, જે 31 માર્ચ, 2021 સુધી વધીને રૂ. 2855.01 કરોડ થઈ હતી. 28 ફેબ્રુઆરી, 2022 સુધી ડીસીએક્સ સિસ્ટમ્સ ઓર્ડર બુક 2499.29 કરોડ હતી, જેનો અમલ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં થશે.

ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ

એડલવાઇસ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ.

લિસ્ટિંગ ક્યાં થશે

ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર થશે.