Sensex બે દિવસમાં 915.34 પોઈન્ટ તૂટ્યો, જાણો સતત ઘટાડા પાછળનું કારણ

ADANI ENERGY1,185.4511.75%
ADANI TOTAL1,100.6510.00%
ADANI GREEN1,700.006.08%
ADANI POWER544.654.99%
ADANI WILMAR381.454.08%
ADANI ENTER.3,003.002.42%
ADANI PORTS1,095.001.53%
AMBUJA CEM.535.60.94%
ACC2,270.000.10%

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ વૈશ્વિક સ્તરે નબળા સંકેતો તેમજ દેશનો પીએમઆઈ મેન્યુફેક્ચરિંગ ડેટા ડિસેમ્બરમાં 18 માસના તળિયે 54.9 નોંધાતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત બે દિવસ તૂટ્યા છે. જેમાં સેન્સેક્સ 915.34 પોઈન્ટ અને નિફ્ટીએ 21600ની અતિ મહત્વની સપાટી ગુમાવી છે.

ઉલ્લેખનીય છે, આજે સેન્સેક્સ 535.88 પોઈન્ટ તૂટ્યો છે. જો કે, બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3945 સ્ક્રિપ્સ પૈકી 2137 સ્ક્રિપ્સ સુધારા તરફી રહી હતી. જ્યારે 1706 રેડઝોનમાં બંધ રહી છે. વધુમાં 390 સ્ક્રિપ્સ વર્ષની ટોચે જ્યારે માત્ર 23 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાની સાથે સ્ટોક સ્પેસિફિક તેજી દર્શાવે છે. નિફ્ટી50 પેક સિવાયના સ્ટોક્સમાં તેજીનું વલણ જોવા મળ્યું છે.

મોતિલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, આજે સેક્ટોરલ રિયલ્ટી, પીએસયુ બેન્ક અને ફાર્મામાં ખરીદી વધી હતી. PNB અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર તરફથી પ્રભાવશાળી Q3FY24 અપડેટે PSU બેન્ક ઇન્ડેક્સમાં 2% વધારો નોંધાયો હતો. સરકારે અમૃત ભારત ટ્રેનોના ઉત્પાદનમાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ રેલવે શેરોમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે, યુએસ મેન્યુફેક્ચરિંગ ડેટામાં સંકોચન જોવા મળ્યા બાદ રોકાણકારો સાવચેત હતા. વધુમાં, આજે FOMC મીટિંગ મિનિટ્સ અને યુએસ જોબ ડેટા મોડા જાહેર થવાથી રોકાણકારોએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

અપેક્ષા રાખીએ છીએ કે બજાર ત્રિમાસિક પરિણામો શરૂ થાય તે પહેલાં એકીકૃત થશે અને વિરામ લેશે, જે વધુ સ્ટોક-સ્પેસિફિક પગલાં તરફ દોરી જશે.

બેન્ક નિફ્ટી 47000નો સપોર્ટ તોડે તો મંદી

રુપીઝીના ડિરેક્ટર અને સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ શીર્ષમ ગુપ્તાએ જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારોને પગલે ભારતીય બજારોમાં કરેક્શન જોવા મળ્યું છે. જો કે, નિફ્ટી માટે 21500ની સપાટી મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે, આગળનો સપોર્ટ 21300 પર હશે. નિફ્ટી બેન્ક માટે, 47500 એ તાત્કાલિક સપોર્ટ હશે જેની નીચે બેન્કિંગ ઈન્ડેક્સ 47000 અને તેનાથી નીચેનું સ્તર જોઈ શકે છે.

નિફ્ટી માટે 21500નો સપોર્ટ અતિ મહત્વનો

એલકેપી સિક્યુરિટીઝના સિનિયર ટેક્નિકલ એનાલિસ્ટ રૂપક ડેના મતે, “નિફ્ટી 21650ના સપોર્ટ લેવલ તોડ્યુ છે. જે નબળુ સેન્ટિમેન્ટ દર્શાવે છે. જો તે આગામી દિવસોમાં 21500ની નીચે બંધ આપવાનું ચાલુ રાખશે, તો મંદી આવી શકે છે. ખાસ કરીને જ્યાં સુધી નિફ્ટી 21650ની નીચે રહેશે ત્યાં સુધી વેચવાલી વધવાની વ્યૂહરચના સૂચવે છે.”

રોકાણકારોની નજર ફેડ મિનિટ્સ પર

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા મુજબ, “નવા ટ્રિગર્સનો અભાવ અને વેલ્યૂએશન અંગેની ચિંતાઓએ રોકાણકારોને સાઈડલાઈન રહેવા પ્રભાવિત કર્યા છે. નબળા વૈશ્વિક સૂચકાંકો, જેમ કે ચાઇના અને યુરો ઝોન ઉત્પાદન ડેટામાં સંકોચન, 2024માં વૈશ્વિક આર્થિક રિકવરીની ચિંતામાં વધારો કરે છે. બજાર FED મિનિટ્સની રાહ જોઈ રહ્યું છે. યુએસ 10 વર્ષ યીલ્ડમાં રિબાઉન્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં વધારો FED અપેક્ષા મુજબ ડોવિશ વલણ નહિં રાખે તેની સંભાવના વધારે છે.”

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)