18 એન્કર રોકાણકારો પાસેથી રૂ. 252.95 કરોડનું ફંડ મેળવ્યું

અમદાવાદઃ ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડએ સૂચિત આઇપીઓ અગાઉ 18 એન્કર રોકાણકારોને 77,59,066 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને શેરદીઠ રૂ. 326ના અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 252.94 કરોડનું ફંડ ઊભું કર્યું છે. નોન-એન્કર ઓફર 24 ઓગસ્ટ, 2022ને બુધવારે ખુલશે અને 26 ઓગસ્ટ, 2022ને શુક્રવારે બંધ થશે. આઇપીઓમાં પ્રમોટર વિક્રેતા શેરધારકો દ્વારા 17,242,368 સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ હશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹ 308થી ₹ 326 નક્કી થઈ છે. બિડ્સ લઘુતમ 46 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 46 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

12 વાગ્યા સુધીમાં રિટેલ પોર્શન 3.55 ગણો છલકાયો

ડ્રીમફોલ્ક્સ સર્વિસીસ લિમિટેડનો આઇપીઓ ખુલતાની સાથે થોડા જ કલાકોમાં રિટેલ રોકાણકારોએ રૂ. 562.10 કરોડના આઈપીઓ માટે 1995.45 કરોડની એપ્લિકેશન કરી હતી. અર્થાત રિટેલ પોર્શન 3.55 ગણો ભરાઈ ચૂક્યો છે. એનઆઈઆઈ પોર્શન 12 ટકા સાથે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 69 ટકા ભરાયો હતો. પ્રાઈસ બેન્ડ 308-326 છે. જે 26 ઓગસ્ટે બંધ થશે. શેર એલોટમેન્ટ 1 સપ્ટેમ્બરે અને મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 6 સપ્ટેમ્બરે થશે. રોકાણકારે 46 શેર લોટ માટે 14996 રૂપિયાનું રોકાણ કરવુ પડશે. મહત્તમ 13 લોટ અર્થાત 598 શેર્સ માટે રૂ. 194948નું રોકાણ કરી શકશે.

ગ્રે માર્કેટમાં રૂ. 80 પ્રિમિયમ

ગ્રે માર્કેટમાં Dreamfolks સર્વિસિઝની ઈશ્યૂ પ્રાઈઝ 326 સામે રૂ. 75થી 80 પ્રિમિયમ બોલાઈ રહ્યું છે. મેઈન બોર્ડ ખાતે 20-30 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થવાના અહેવાલો ઉપરાંત મોટાભાગના બ્રોકરેજ હાઉસ દ્વારા લોંગ ટર્મ ગેઈન સાથે રોકાણ સલાહના કારણે ગ્રે પ્રિમિયમ અગાઉ રૂ. 50થી વધી રૂ. 80 સુધી પહોંચ્યા હતાં.