ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ કંપનીઓના વેચાણ ઓગસ્ટમાં 13 ટકા વધ્યાં
નવી દિલ્હીઃ ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સનું વેચાણ માસિક ધોરણે 12.71 ટકા વધી 50076 યુનિટ્સ નોંધાયું છે. જેમાં હીરો ઇલેક્ટ્રીક 16.13 ટકા વૃદ્ધિ સાથે 10206 યુનિટ્સના વેચાણ સાથે ટોપ ઉપર રહી છે.
સપ્લાય ચેઇન મુશ્કેલીઓના કારણે કંપનીના ઉત્પાદન ઉપર અસર પડવા સાથે કંપનીએ એપ્રિલમાં ઝીરો ડિસ્પેચ નોંધાવવા સાથે વેઇટિંગ પિરિયડ વધીને 60 દિવસથી વધુ નોંધાયો છે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કંપનીના વેચાણોમાં ધીરે ધીરે વૃદ્ધિ થઇ રહી છે. ઓકીનાવાના વેચાણો 5.67 ટકા વધી 8554 યુનિટ્સ જ્યારે એમ્પેરેના વેચાણો 1.22 ટકા વધી 6396 યુનિટ્સ અને ટીવીએસ મોટર્સના વેચાણો 46.43 ટકા વધી 6248 યુનિટ્સ નોંધાયા છે. એથરના વેચાણો 306.44 ટકાની વૃદ્ધિ સાથે 5239 યુનિટ્સ થયા છે. જ્યારે ઓલાના વેચાણો 11.42 ટકા ઘટી 3862 યુનિટ્સ થયો છે. જુનમાં ઓલાએ 5869 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું.
ઇલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગના બનાવો છતાં વેચાણોમાં વધારો
વિવિધ કંપનીઓના ઇલેક્ટ્રીક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓના પગલે શરૂઆતી ઘટાડા પછી વેચાણોમાં વૃદ્ધિ ફરી પાટે ચડી રહી છે.
ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ રજિસ્ટ્રેશન એક નજરે
કંપની | જુલાઇ-22 | ઓગસ્ટ-22 | વૃદ્ધિ (ટકા) |
હીરો ઇલે. | 8788 | 10206 | 16.13 |
ઓકિનાવા | 8095 | 8554 | 5.67 |
એમ્પેરે | 6319 | 6396 | 1.22 |
ટીવીએસ | 4290 | 6282 | 46.43 |
એથર | 1289 | 5239 | 306.44 |
ઓલા | 3862 | 3421 | 11.42 |
અન્ય | 11787 | 9978 | 15.35 |
કુલ ઇન્ડસ્ટ્રી | 44430 | 50076 | 12.71 |