પ્રાઈમરી માર્કેટમાં IPO માટે ડિસેમ્બર ખાસ રિટર્ન આપનારો રહ્યો નથી

અમદાવાદ: સેકેન્ડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી 1લી ડિસેમ્બરે ઓલટાઈમ હાઈએ પહોંચ્યા બાદ સતત વોલેટાઈલ રહ્યા છે. જેની અસર IPO માર્કેટ પર પણ જોવા મળી છે. ડિસેમ્બરમાં લિસ્ટેડ સતત છઠ્ઠા IPO એલિન ઈલેક્ટ્રોનિક્સે પણ 1.62 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. બીએસઈ ખાતે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 247 સામે 243ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 244.75ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જો કે, બાદમાં સતત ઘટી હાલ (1.20 વાગ્યે) 6.84 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 230.10ની ઓલટાઈમ લો સપાટી પર ટ્રેડેડ હતો. ગ્રે માર્કેટમાં એલિન ઈલેક્ટ્રોનિક્સનો આઈપીઓ ડિસ્કાઉન્ટ થયો હતો. IPOને પ્રથમ બે દિવસ કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે, અંતિમ દિવસે રિટેલ 2.20 ગણો, ક્યુઆઈબી 4.51 ગણો અને એનઆઈઆઈ 3.29 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 3.09 ગણો ભરાયો હતો.

KFin Technologies બીજા દિવસે 3.74 ટકા તૂટ્યો ગઈકાલે નેગેટિવ લિસ્ટિંગ કરાવનાર કેફિન ટેક્નોલોજીસનો IPO બીજા દિવસે પણ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. આજે 1.28 વાગ્યે 3.74 ટકા ઘટાડા સાથે 350.40 પર ટ્રેડેડ હતો. ઈન્ટ્રા ડે 349.50ની ઓલ ટાઈમ લો સપાટી પણ બનાવી હતી. કેફિન ટેક્નોલોજીસ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 366 સામે ગઈકાલે થોડી ક્ષણો માટે માત્ર રૂ. 6.40 પ્રિમિયમ આપી શક્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેફિન ટેક્નોલોજીસમાં એનઆઈઆઈએ કોઈ ખાસ રૂચિ દર્શાવી ન હતી. માત્ર 23 ટકા સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ હતું. ક્યુઆઈબી 4.17 ગણો, અને રિટેલ 1.36 ગણા સાથે કુલ 2.59 ગણો ભરાયો હતો.

ડિસેમ્બરમાં નેગેટિવ લિસ્ટેડ છ આઈપીઓ

આઈપીઓઈશ્યૂ પ્રાઈઝલિસ્ટિંગ બંધલિસ્ટિંગ ગેઈનછેલ્લો બંધતફાવત
KFin Technologies366364-0.55%364-0.55
Landmark Cars506460.05-9.08%454.75-10.13%
Abans Holdings270216.05-19.98%193.9-28.19%
Sula Vineyards357331.15-7.24%323.1-9.5%
Uniparts India577539.55-6.49%565.7-1.96%
Elin Electronics*247243.00-1.62%

(સ્રોતઃ બીએસઈ, * આજે લિસ્ટેડ)