મુંબઈ: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં ₹2.5 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યું છે. કંપનીએ 22 વર્ષ અગાઉ ડિસેમ્બર, 2000માં કામગીરી શરૂ કરી હતી અને નાણાકીય વર્ષ 2001ના અંતે અંદાજે ₹100 કરોડની AUM ધરાવતી હતી. કંપનીને ₹50,000 કરોડની AUM હાંસલ કરવામાં નવ વર્ષ લાગ્યા હતા અને 14 વર્ષમાં કંપનીએ ₹1 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યું હતું. પછી અત્યાર સુધી કંપનીને એની AUM બમણી કરીને ₹2 લાખ કરોડ હાંસલ કરવામાં છ વર્ષ લાગ્યા હતા અને ત્યારબાદ ફક્ત બે વર્ષમાં તેમાં વધુ ₹50,000 કરોડનો વધારો થયો હતો, જેથી કુલ AUM ₹2.5 લાખ કરોડ થઈ હતી. કંપનીએ ₹1 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યા પછી તેની વૃદ્ધિને ઝડપથી વેગ મળ્યો હતો અને એની AUMમાં 150 ટકાની વૃદ્ધિ થઈ છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફે 30 સપ્ટેમ્બર, 2022 સુધી ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડની દ્રષ્ટિએ 15.7 ટકા બજારહિસ્સા સાથે ખાનગી બજારમાં લીડર તરીકેનું સ્થાન સતત જાળવી રાખ્યું હોવાનું ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ કુમારે કહ્યું હતું.