અમદાવાદ, 30 ડિસેમ્બર: ગાઝિયાબાદ સ્થિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઇપીસી કંપની EMS લિમિટેડ (અગાઉ EMS ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ)એ ઉત્તરાખંડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી સિવરેજ સિસ્ટમ અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિકસાવવા માટે કુલ રૂ. 358.56 કરોડના મૂલ્યનો લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મેળવ્યો છે. એલઓએના ભાગરૂપે EMS રાયપુરમાં ઝોન સી, ડી અને ઇમાં સિવરેજ સિસ્ટમના વિકાસમાં મદદ કરશે તથા દેહરાદૂનમાં પાંચ વર્ષના ઓએન્ડએમ (ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ) સાથે ઝોન 9માં સેપ્ટેજ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરશે. સ્ટોક એક્સચેન્જીસને એક યાદીમાં ઇએમએસે કહ્યું હતું કે, હવે કંપનીએ રૂ. 20.85 કરોડની જોગવાઇ સહિત રૂ. 358.56 કરોડના એલઓએ મેળવ્યાં છે. કંપનીના લગભગ તમામ પ્રોજેક્ટ્સને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પડાયું છે. જુલાઇ, 2023 સુધીમાં EMS લિમિટેડ પાસે રૂ. 1744.92 કરોડના મૂલ્યના 18 પ્રોજેક્ટ્સ તથા રૂ. 99.28 કરોડના મૂલ્યના પાંચ ઓએન્ડએમ પ્રોજેક્ટ્સ છે.

EMS લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આશિષ તોમરે કહ્યું હતું કે, અમે ઉત્તરાખંડ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી લગભગ રૂ. 360 કરોડના મૂલ્યના સિવરેજ સિસ્ટમ અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિકાસ માટે એલઓએ કામગીરી જાન્યુઆરી 2024થી શરૂ થઇને 42 મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે.

નાણાકીય વર્ષ 2024માં 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટે કંપનીએ રૂ. 66.69 કરોડના સ્ટેન્ડલોન નેટ પ્રોફિટ સાથે ગત વર્ષના સમાન સમયગાળાના રૂ. 39.44 કરોડની તુલનામાં 69 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. કામગીરીમાંથી આવકો લગભગ 73 ટકા વધીને રૂ. 308.53 કરોડ થઇ છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં રૂ. 177.98 કરોડ હતી.