અમદાવાદ, 30 ડિસેમ્બરઃ સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક, વારી એનર્જીસ લિમિટેડે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં ફાઇલ કર્યુ છે. કંપનીના આઈપીઓમાં રૂ. 30,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 32,00,000 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં વારી સસ્ટેનેબલ ફાઇનાન્સ પ્રાઇવેટ  દ્વારા 27,00,000 સુધીના ઇક્વિટી શેર, ચંદુરકર ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા પ્રાઇવેટ  દ્વારા 4,50,000 સુધીના ઇક્વિટી શેર્સ અને સુરેન્દ્ર શાહ દ્વારા 50,000 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

કંપની ભારતના ઓડિશામાં 6GWના ઇનગોટ વેફર, સોલાર સેલ અને સોલર પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની  સ્થાપનાના ખર્ચના કેટલાક ભાગ માટે ધિરાણ પૂરું પાડવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઇશ્યૂથી મળનારી રકમનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.

વારી એનર્જીસ લિમિટેડે 2007માં સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી શરૂ કરી હતી. 30 જૂન, 2023ના રોજ કંપની 12 GWની સૌથી મોટી એકંદર સ્થાપિત ક્ષમતા સાથે ભારતમાં સોલર પીવી મોડ્યુલ્સની સૌથી મોટી ઉત્પાદક છે. સોલર એનર્જી પ્રોડક્ટ્સના પોર્ટફોલિયોમાં નીચેના પીવી મોડ્યુલોનો સમાવેશ થાય છે: મલ્ટીક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ, મોનોક્રિસ્ટલાઇન મોડ્યુલ્સ, ફ્લેક્સિબલ મોડ્યુલ્સ સાથેના ટોપકોન મોડ્યુલ્સ, જેમાં બાયફેશિયલ મોડ્યુલ્સ (મોનો પીઈઆરસી) (ફ્રેમ્ડ અને અનફ્રેમ્ડ) અને બિલ્ડીંગ ઈન્ટિગ્રેટેડ ફોટો વોલ્ટેઈક (બીઆઈપીવી) મોડ્યુલ્સનો સમાવેશ થાય છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2021માં રૂ. 19,530.39 મિલિયનથી 85.92%ના સીએજીઆર પર વધીને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 67,508.73 મિલિયન સુધી પહોંચી છે. નાણાંકીય વર્ષ 2021 માટે કુલ આવક રૂ. 19,830.09 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2022 માટે રૂ. 29,458.51 મિલિયન થઈ હતી જે નાણાંકીય વર્ષ 2023 માટે વધુ વધીને રૂ. 68,603.64 મિલિયન થઈ હતી અને 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં રૂ. 34,149.98 મિલિયન હતી.

કંપની પાસે સોલાર પીવી મોડ્યુલ્સની નોંધપાત્ર ઓર્ડર બુક છે અને 30 નવેમ્બર, 2023 સુધીમાં, સોલર પીવી મોડ્યુલ્સની પેન્ડિંગ ઓર્ડર બુક 20.16 GW હતી જેમાં સ્થાનિક ઓર્ડર, નિકાસ ઓર્ડર અને ફ્રેન્ચાઇઝી ઓર્ડર્સ અને અમેરિકા સ્થિત પેટાકંપની વારી સોલર અમેરિકાસ ઇન્કોર્પોરેશન માટે 3.75 GW ઓર્ડરનો સમાવેશ થાય છે.

લીડ મેનેજર્સઃ એક્સિસ કેપિટલ , IIFL સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી, SBI કેપિટલ માર્કેટ્સ, ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસિસ અને ITI કેપિટલ  ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)