IPO ખૂલશે30 જાન્યુઆરી
IPO બંધ થશે1 ફેબ્રુઆરી
એન્કર બિડિંગ29 જાન્યુઆરી
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 129-135
લોટ સાઇઝ108 શેર્સ
IPO સાઇઝરૂ.310.91 કરોડ
લિસ્ટિંગBSE, NSE

નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ BLS ઈ-સર્વિસીઝ લિમિટેડ (“BLSઈએલ અથવા “કંપની”) મંગળવારે, 30 જાન્યુઆરી, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના IPOના સંદર્ભે તેની બિડ/ઓફર ખોલશે. પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝમાં 2,30,30,000 સુધીના ઇક્વિટી શેર્સ (11,00,000 ઇક્વિટી શેર્સના હાથ ધરેલા પ્રી-IPO પ્લેટમેન્ટ સિવાય)ના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 29 જાન્યુઆરી, 2024ના રોજ હશે. બિડ/ઓફર મંગળવાર, 30 જાન્યુઆરી, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને ગુરૂવાર, 1 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 129થી રૂ. 135 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 108 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 108 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્ય એક નજરે: ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂથી મળનારી કુલ રકમનો નવી ક્ષમતાઓ ઊભી કરવા તથા તેના હાલના પ્લેટફોર્મ્સને કન્સોલિડેટ કરવા માટે તેના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, BLS સ્ટોર્સ ઊભા કરીને ઓર્ગેનિક ગ્રોથ માટેની પહેલને ફંડ પૂરું પાડવા, હસ્તાંતરણો દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ હાંસલ કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત છે.

લિસ્ટિંગઃ બીએસ અને એનએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છેલીડ મેનેજર્સઃ યુનિસ્ટોન કેપિટલ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે

કંપનીની કામગીરી અને ઇતિહાસ

એપ્રિલ 2016માં સ્થપાયેલી BLS-E સર્વિસીસ લિમિટેડ ડિજિટલ સર્વિસ સેક્ટરમાં કાર્યરત  છે જે ભારતમાં મુખ્ય બેંકોને વ્યાપાર પત્રવ્યવહાર સેવાઓ, આસિસ્ટેડ ઇ-સેવાઓ અને ભારતમાં પાયાના સ્તરે ઇ-ગવર્નન્સ સેવાઓ પ્રદાન કરે છે.કંપનીની સેવા ઓફરમાં બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેવાઓ, આસિસ્ટેડ ઈ-સેવાઓ અને ઇ-ગવર્નન્સ સેવાઓનો સમાવેશ થાય છે. BLS ઈન્ટરનેશનલ સર્વિસીસ લિમિટેડની પેટાકંપની હોવાના કારણે કંપની તેના ટેકનોલોજી-સક્ષમ પ્લેટફોર્મ દ્વારા એશિયા, આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વમાં રાજ્ય અને પ્રાંતીય સરકારોને વિઝા, પાસપોર્ટ, કોન્સ્યુલર અને અન્ય નાગરિક સેવાઓ પૂરી પાડે છે. ભારતમાં આ ડોમેન સાથે સંકળાયેલી તે એકમાત્ર લિસ્ટેડ કંપની છે. 31મી માર્ચ 2023 સુધીમાં, વ્યાપારી નેટવર્ક વધીને 92,427 સુધી પહોંચી ગયું હતું.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે: નાણાકીય વર્ષ 2021, 2022 અને 2023માં કામગીરીમાંથી આવક અનુક્રમે ₹6,448.72 લાખ, ₹9,669.82 લાખ અને ₹24,306.07 લાખ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)