અમદાવાદ, 3 જાન્યુઆરી: આઇટી સોલ્યુશન્સ કંપની એસ્કોનેટ ટેક્નોલોજીસ લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ)માં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 33,60,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

DRHP ડોક્યુમેન્ટ મૂજબ એસ્કોનેટ આઇપીઓ દ્વારા એકત્રિત થનાર ભંડોળમાંથી રૂ. 16 કરોડનો ઉપયોગ લાંબાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા, રૂ. 2.5 કરોડનું રોકાણ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની ઝિયાક્લાઉડ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડમાં કરવાની યોજના ધરાવે છે, જેથી વધારાના હાર્ડવેર અને સોફ્ટવેરને હસ્તગત કરીને માળખાને વધુ મજબૂત કરી શકાય, ક્ષમતા અને સિક્યુરિટીમાં વધારો કરી શકાય તેમજ એકંદર મોનિટરિંગ ક્ષમતાઓમાં સુધારો કરી શકાય.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ છે અને સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસને રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની હાઇ-પર્ફોર્મન્સ સુપરકમ્પ્યુટર્સ, ડેટા સર્વર્સ અને વર્કસ્ટેશનનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત કંપની એસએમઇ, મોટી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના ક્લાયન્ટ્સને ડેટા સ્ટોરેજ, નેટવર્ક, સિક્યુરિટી, વર્ચ્યુલાઇઝેશન અને ડેટા પ્રોટેક્શન સહિતના આઇટી સોલ્યુશન્સની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ભારતીય માર્કેટની સતત વધતી માગને લક્ષ્યમાં રાખતાં એસ્કોનેટે તેની બ્રાન્ડ હેક્સાડેટાની રજૂઆત કરી છે, જે મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત હાઇ-એન્ડ સર્વર, વર્કસ્ટેશન અને સ્ટોરેજ સિસ્ટમમાં વિશેષતા ધરાવે છે. વધુમાં એસ્કોનેટના એનવીઆઇડીઆઇએ સાથેનું વ્યૂહાત્મક જોડાણે એઆઇ અને એમએલ ડોમેનમાં નોંધપાત્ર વૃદ્ધિને વેગ આપ્યો છે, જેનાથી તેના સર્વર અને વર્કસ્ટેશનને બળ મળ્યું છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

વર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત થયેલાં પ્રથમ અર્ધવાર્ષિકગાળા માટે એસ્કોનેટે રૂ. 71.46 કરોડની આવકો તથા રૂ. 3.05 કરોડ પીએટી નોંધાવ્યો છે, જેની સામે ગત વર્ષે સમાન સમયગાળામાં આવકો રૂ. 96.90 કરોડ અને પીએટી રૂ. 3.18 કરોડ હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં કંપનીની આવકમાં સરકારી પ્રોજેક્ટ્સનો હિસ્સો નોંધપાત્ર રહ્યો છે.

કંપનીના ટેકનિકલ ગ્રાહકો- ભાગીદારોમાં પ્રતિષ્ઠિત કંપનીઓ

સેકન્ડ જનરેશન આંત્રપ્રિન્યોર સંતોષ કુમાર અગ્રવાલ અને સુનિલ કુમાર અગ્રવાલ દ્વારા વર્ષ 2012માં સ્થાપિત એસ્કોનેટના ટેક્નોલોજી ભાગીદારોમાં જાણીતી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ સામેલ છે, જેમકે એએમડી, એમેઝોન વેબ સર્વિસિસ, સિસ્કો, ડેલ ટેક્નોલોજીસ, એચપી એન્ટરપ્રાઇઝ, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ, ન્યુટાનિક્સ, એનવીઆઇડીઆઇએ, સોફોસ, સ્યુસ વન, ટ્રેન્ડ માઇક્રો અને વીનીમ સામેલ છે. તેના પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં સંરક્ષણ મંત્રાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (MeitY), નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસિસ ઇન્ક (MeitY), આઇઆઇટી, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ઓએનજીસી, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય ઘણા સામેલ છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)