મુંબઈ, 31 જુલાઈ: બિનપરંપરાગત હાઈડ્રોકાર્બન સ્પેસમાં અગ્રણી એસ્સાર ઓઈલ એન્ડ ગેસ એક્સ્પ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડે (EOGEPL) 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 335 કરોડનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે આગલાં વર્ષના રૂ. 212 કરોડ સામે 58 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2023માં રૂ. 900 કરોડની તેની સૌથી વધુ નાણાંકીય આવક નોંધાવી છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં લગભગ 1.8 ગણી વૃદ્ધિનો અંદાજ મૂકે છે. કંપનીનો ચોખ્ખો નફો 1.6 ગણો વધ્યો છે અને એબિટા વાર્ષિક ધોરણે 205%થી વધીને આશરે રૂ. 700 થઈ છે. એબિટા માર્જિનમાં લગભગ 3,100 બેસિસ પોઈન્ટ્સનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, જે ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો અને આંતરિક વપરાશને કારણે 77% સુધી પહોંચ્યો હતો. નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીએ રૂ. 83 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. કંપનીએ રૂ. 190 કરોડની આવક હાંસલ કરી હતી, જે વાર્ષિક ધોરણે 23%થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. એબિટા પણ વાર્ષિક ધોરણે 150% વધીને રૂ. 140 કરોડ સુધી પહોંચી ગઈ છે.

નાણાંકીય વર્ષ 2023ની કામગીરી પર એક નજર

વિગતોવર્ષ 2022વર્ષ 2023વૃદ્ધિ
આવક49790081%
એબિટા229700205%
એબિટા માર્જિન %46%77%31%
ચોખ્ખો નફો*21233558%
(રૂ. કરોડમાં)

EOGEPL તથા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઈયાએ જણાવ્યું હતું કે, ઈઓજીઈપીએલે સસ્તી કિંમતે તેના ગેસ ઉત્પાદનમાં વધારો કરીને તેની આસપાસના ઉદ્યોગોને કિફાયતી ભાવે વૈકલ્પિક સ્વચ્છ ઇંધણ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

કામગીરી અંગે ટિપ્પણી કરતા, EOGEPLના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પંકજ કાલરાએ જણાવ્યું હતું કે કંપની ફીલ્ડ અપગ્રેડેશનની મહત્વની પ્રાથમિકતાઓ, નવી ટેક્નોલોજી લાવીને ઉત્પાદનમાં વધારો કરવા તથા ખર્ચને ઓપ્ટિમાઈઝ કરવા માટે પ્રતિબદ્ધ છે.