મુકેશ પટેલ, મનેજિંગ ડિરેક્ટર, એક્ઝારો ટાઇલ્સ

કંપની 30થી વધુ દેશોમાં તેના બિઝનેસ નેટવર્કને વિસ્તારશે; 2026માં રૂ. 450 કરોડની નિકાસનું લક્ષ્ય

અમદાવાદ, 17 ઓક્ટોબર, 2023: ગુજરાત સ્થિત એક્ઝારો ટાઇલ્સ લિમિટેડ આગામી 3-4 વર્ષોમાં નિકાસ વ્યવસાય વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ડીલર નેટવર્કને વિસ્તારવા, યુરોપ, યુએસએ અને અન્ય વ્યૂહાત્મક સ્થળોએ નજીકના ભવિષ્યમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. કંપનીને યુએસએમાં યોજાયેલ કવરિંગ્સ 2023માં તેના નવીન લાર્જ ફોર્મેટ ટાઇલ્સ જીવીટીની વિશાળ રેન્જ માટે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

કંપની આગામી 3-4 વર્ષમાં નિકાસ વ્યવસાયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાંથી રૂ. 450 કરોડનો બિઝનેસ કરશે. કંપનીનું લક્ષ્ય 30થી વધુ દેશોમાં ખાસ કરીને યુએસ, યુરોપ, યુએઈ, તુર્કી, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વિસ્તરણ કરવાનો છે. કંપની હાલમાં 10 દેશોમાં નિકાસ કરે છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે, કંપનીની કુલ આવકમાં નિકાસ માત્ર 1% હતી.

એક્ઝારો ટાઇલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કંપનીના વ્યવસાયને આગળ ધપાવવા માટે નિકાસ એ મુખ્ય વૃદ્ધિ ચાલકો પૈકીનું એક છે. અમે નિકાસ બજારમાં અમારો બજારહિસ્સો વધારવા અને નવા ભૌગોલિક વિસ્તારોમાં અમારી હાજરીને વિસ્તારવા માટે સતત પ્રયત્નશીલ છીએ. કંપનીએ નાણાંકીય વર્ષ 2026માં રૂ. 1,150 કરોડની આવક હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાંથી રૂ. 450 કરોડનો બિઝનેસ મેળવવાનો અંદાજ છે.

કવરિંગ્સ એ યુ.એસ. અને ઉત્તર અમેરિકામાં સૌથી મોટી અને સૌથી નોંધપાત્ર સિરામિક ટાઇલ અને નેચરલ સ્ટોનની કોન્ફરન્સ અને એક્ઝિબિશન છે.

કંપનીને જીવીટી સ્લેબ માટે રૂ. 35-40 કરોડનો ઓર્ડર મળ્યો

કંપનીને તાજેતરમાં 1200×1800 સાઇઝ સહિત મોટી સાઇઝના જીવીટી સ્લેબ માટે રૂ. 35-40 કરોડનો ઓર્ડર મળ્યો છે. નાણાંકીય વર્ષ 2022-23 માટે, કંપનીએ રૂ. 317 કરોડનું વેચાણ, રૂ. 33.5 કરોડની એબિટા અને રૂ. 7.3 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જૂન 2023 સુધીમાં કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 42.07% છે. એફઆઈઆઈ કંપનીમાં 4.13% હિસ્સો ધરાવે છે. કંપની પાસે ગુજરાતમાં પાદરા અને તલોદ ખાતે બે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 14.6 મિલિયન ચોરસ મીટર છે.