નવી દિલ્હી: કોરોના મહામારી બાદ ભારતીયોનાં જીવનનો ટોચનો લક્ષ્યાંક પરિવારની નાણાકીય સલામતી પૂરી પાડવાનો હતો. 71 ટકા ભારતીયોએ અન્ય ધ્યેય કરતાં તેને પ્રાથમિકતા આપી હતી. નિવૃત્તિ આયોજન, સંતુલિત જીવનશૈલી અને બાળકનાં શિક્ષણ માટેની જોગવાઇ જીવનનાં ટોચનાં લક્ષ્ય છે. પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે મુખ્ય સર્વે બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્ડિયાસ લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ સર્વે 2023ની બીજી આવૃત્તિ જાહેર કરી હતી, જેમાં ભારતીયોનાં જીવનનાં ધ્યેય અને આકાંક્ષાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીવનનાં ધ્યેય માટેનાં નાણાકીય આયોજનની દિશામાં વિશ્વાસ, જાણકારી અને પગલાંને સમાવતો લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 47 રહ્યો હતો. ભારતીયો મહામારી બાદ જીવનમાં વધુ લક્ષ્યો ધરાવી રહ્યા છે.

વિવિધ કેટેગરીમાં ભારતનાં ટોચનાં જીવન લક્ષ્ય

84 ટકા ભારતીયોની ઇચ્છા સંતુલિત જીવન જીવવાની, 2019માં આ પ્રમાણ 51 ટકા હતું

બેમાંથી એક ભારતીયએ કહ્યું કે સંતુલિત જીવન તેમનાં જીવન લક્ષ્યોની પ્રાથમિકતા

ત્રણમાંથી બે ભારતીયો આરોગ્ય અને તંદુરસ્તીનો લક્ષ્ય ધરાવે છે, જે 2019માં 35 ટકા લોકોનું લક્ષ્ય હતું

શારિરીક અને માનસિક તંદુરસ્તી ટોચનાં પાંચ જીવન લક્ષ્યાંકોમાં સામેલ

નોન-મેટ્રો વિસ્તારોમાં આરોગ્યનાં લક્ષ્યાંકોમાં નોંધપાત્ર વધારો, 33 પોઇન્ટનો ઉછાળો

મુસાફરીનાં લક્ષ્યાંક ધરાવતા ગ્રાહકોની સંખ્યામાં 2019 કરતાં બમણો વધારો, ખાસ કરીને મેટ્રો અને યુવાનોમાં

પગારદાર કે વેપારી વર્ગમાં 10માંથી આઠ ભારતીયો કારકિર્દી સંબંધિત જીવન લક્ષ્યાંક ધરાવે છે, જે 2019ની સરખામણીમાં 1.5 ગણો વધારો છે.

40 ટકા સહભાગીઓ માટે વૃધ્ધ માબાપની પૂરતી કાળજી લેવી એ જીવનનું પ્રાથમિક લક્ષ્ય

લાઇફ ગોલ્સ પ્રિપેર્ડનેસ સર્વે 2.0 જાહેર કરતાં બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ તરુણ ચુઘે જણાવ્યું હતું કે, મહામારી બાદ દેશ મજબૂત બનીને બહાર આવ્યો છે અને રાષ્ટ્ર તરીકે પ્રગતિ માટેનાં ફન્ડામેન્ટલ્સ અનેક દેશને પરાસ્ત કરે છે, જેણે રાષ્ટ્રની અપેક્ષાને ઇંધણ પૂરું પાડ્યું છે એમ હું માનું છું.

જીવન લક્ષ્યાંકો પૂરાં કરવા ભારતીયો ક્યાં રોકાણ કરવાનું પસંદ કરે છે

  • 65 ટકા જીવન લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સૌથી પસંદગીનો રોકાણ વિકલ્પ લાઇફ ઇન્શ્યોરન્સ છે
  • નિવૃત્તિ પછીનાં જીવન લક્ષ્યાંકો માટે લાઇફ ઇન્શ્યોરન્સની પ્રાથમિકતા હજુ વધી જાય છે
  • 82 ટકા ભારતીયો વૃધ્ધાવસ્થામાં નાણાકીય સ્વતંત્રતા માટે લાઇફ ઇન્શ્યોરન્સને પ્રાથમિકતા આપે છે
  • 77 ટકા ભારતીયો સલામત અને ચિંતામુક્ત નિવૃત્તિ માટે લાઇફ ઇન્શ્યોરન્સને પ્રાથમિકતા આપે છે
  • 73 ટકા ભારતીયો પરિવારની આર્થિક સલામતી માટે લાઇફ ઇન્શ્યોરન્સને પ્રાથમિકતા આપે છે-મહામારી બાદ તે સૌથી મહત્વનો જીવન લક્ષ્યાંક છે