અમદાવાદ, 4 માર્ચઃ  ફ્લિપકાર્ટ દ્વારા સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ બ્લેકબક (BlackBuck) આગામી નાણાકીય વર્ષમાં $30 કરોડ જેટલું ફંડ આઈપીઓ મારફત એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મીડિયા સુત્રોના જણાવ્યા પ્રમાણે,  કંપનીએ તાજેતરમાં તેમના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણાં (IPO) પર સલાહ આપવા માટે મર્ચન્ટ બેન્કર્સ અને વકીલોની નિમણૂક કરી છે અને તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તૈયારી પર કામ શરૂ કર્યું છે. તેઓ FY24ના નાણાકીય પ્રદર્શન જારી કરવા સાથે DRHP ફાઇલ કરવા માગે છે. કંપની નાણાકીય વર્ષ 25ના બીજા છ મહિનામાં બજારમાં આઈપીઓ લાવવાનું વિચારી રહી છે.

2015માં સ્થાપિત બ્લેકબક ઝિંકા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ લિ. દ્વારા B2B ઓનલાઈન ટ્રકિંગ પ્લેટફોર્મ છે. જે કંપનીઓને માલ-સામાનની હેરફેર માટે ટ્રકો સહિત લોજિસ્ટિક્સ સહાય પ્રદાન કરે છે. જે જીપીએસ ટ્રેકિંગ ડિવાઈસિસ, ફાસ્ટટેગ્સ અને ફ્યુલ કાર્ડ્સના વેચાણ પણ કરે છે. તેના ગ્રાહકોમાં હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, હિન્દુસ્તાન ઝિંક અને મેરિકો જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

આઇપીઓ બિઝનેસ માટે નાણાં એકત્ર કરવા માટે ફ્રેશ ઈશ્યૂ તેમજ કંપનીના હાલના રોકાણકારો દ્વારા શેરની ઓફર ફોર સેલનું મિશ્રણ હશે. ઓફરિંગની અંતિમ સાઈઝ સેકન્ડરી શેર સેલના ક્વોન્ટમ પર નિર્ભર રહેશે, જેને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.

કંપની IPOની આવકનો ઉપયોગ તેના સર્વિસ બિઝનેસને વધારવા માટે કરશે, જેને તે તાજેતરના વર્ષોમાં વધારવા તેમજ તેના મુખ્ય નૂર વ્યવસાયને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

બ્લેકબક યુનિકોર્ન સ્ટાર્ટઅપ

ઓછામાં ઓછા $1 અબજના મૂલ્યાંકન સાથેનું યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે. જે 2021માં $1.02 બજની વેલ્યૂએશન સાથ સિરીઝ E ફંડિંગ રાઉન્ડના ભાગ રૂપે $67 મિલિયન એકત્ર કર્યા હતાં.. ભંડોળ ઊભું કરવાનું નેતૃત્વ યુએસ સ્થિત ટ્રાઈબ કેપિટલ, આઈએફસી ઇમર્જિંગ એશિયા ફંડ અને VEF દ્વારા કરવામાં આવ્યું હતું. વેલિંગ્ટન મેનેજમેન્ટ, સેન્ડ્સ કેપિટલ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન સહિતના હાલના રોકાણકારોએ પણ તે રાઉન્ડમાં ભાગ લીધો હતો.

નાણાકીય

બ્લેકબકની કામગીરીમાંથી આવક FY23માં 15 ટકા ઘટીને રૂ. 704.18 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષમાં રૂ. 832.57 કરોડ હતી. નાણાકીય વર્ષ 23 માં તેની ખોટ નજીવી રીતે વધીને રૂ. 290.47 કરોડ થઈ હતી જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 284.55 કરોડની ખોટ હતી.