અમદાવાદ, 16 ડિસેમ્બરઃ અમેરિકી ફેડરલ રિઝર્વે આગામી કેલેન્ડર વર્ષમાં 3 રેટ કટ (0.75bps)નો સંકેત આપ્યો છે. સ્થાનિક સ્તરે પણ વેપાર ખાધમાં ઘટાડો સાથે આર્થિક સ્થિતિમાં સુધારાના પગલે મૂડી બજારોમાં વિદેશી રોકાણ પ્રવાહ વધ્યું છે. અગાઉ 3 મહિના સુધી રૂ. 75 હજાર કરોડની વેચવાલી બાદ FIIએ ડિસેમ્બરમાં અત્યારસુધીમાં રૂ. 29700 કરોડનું રોકાણ કર્યું છે.

નિષ્ણાતો અને ફંડ મેનેજર્સ માને છે કે, રેટ કટમાં ઘટાડાના લીધે ડોલર-બોન્ડ યીલ્ડમાં ઘટાડો  FIIના રોકાણ પ્રવાહમાં વધારો થયો છે. વધુમાં, ભાજપની ત્રણ રાજ્યોની ચૂંટણીમાં નિશ્ચિત જીત અને સ્થાનિક અર્થતંત્ર માટે મજબૂત વૃદ્ધિ દર્શાવતા તાજેતરના ડેટાથી દેશમાં રાજકીય અનિશ્ચિતતા ઓછી થઈ છે.

રોકાણકારોની નજર લાર્જકેપ શેરો પર

એફઆઈઆઈ મોટાભાગે લાર્જ-કેપ શેરોમાં રોકાણ કરતી હોય છે. જેને પગલે હવે સૌ કોઈ રોકાણકારોની નજર નિફ્ટી 50 શેરો પર છે, જ્યાં મોટા રોકાણ માટે લિક્વિડિટીની કોઈ સમસ્યા નથી. IT, ફાર્મા અને કેટલીક બેન્કોના શેરોમાં 2022માં રેટમાં વધારાની ચક્ર શરૂ થઈ ત્યારથી FIIના હિસ્સામાં સૌથી વધુ ઘટાડો થયો હતો. જે હવે ફરી વધવાની શક્યતા સાથે લાભ ઉઠાવી શકે છે.

વિપ્રો, TCS, LTIMindtree અને Infosysમાં, FIIનો હિસ્સો દર વધારાના ચક્ર દરમિયાન પીક હોલ્ડિંગ કરતાં 2-3 ટકા ઘટ્યો છે. ટેક મહિન્દ્રામાં આ હિસ્સો 9 ટકા પોઈન્ટ જેટલો વધુ છે. રેટ સાઇકલ બદલાવાની સાથે, એવું માનવામાં આવે છે કે મોટા ક્લાયન્ટ્સ તરફથી ટૂંક સમયમાં રોકાણ શરૂ થશે.

આઈટી શેરોમાં રિટર્નનો સંકેત

લાર્જકેપ આઇટી શેરોના વેલ્યૂએશન અત્યારે ખૂબ જ વાજબી છે. વૃદ્ધિનો અંદાજ થોડો અસ્પષ્ટ છે પરંતુ તે આગામી 2-3 ત્રિમાસિક ગાળામાં બદલાવવો જોઈએ. આઈટી શેરોની શેરદીઠ કમાણી વધવાની શક્યતા છે. છેલ્લાં બે દિવસમાં, ફેડ દ્વારા અસ્પષ્ટ લાગવાથી, લાર્જ-કેપ આઇટી શેરોમાં 5-7 ટકાનો વધારો થયો છે.

ફાર્મા સેક્ટરમાં પણ તેજી જોવા મળી શકે

Cipla, Divi’s Laboratories જેવા સ્ટોક્સમાં FIIનો હિસ્સો 3-5 ટકા ઘટ્યો છે. બીજી તરફ, સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝમાં FII હિસ્સો વધ્યો છે. જો કે, રેટ કટના નિર્ણયથી વિદેશી રોકાણકારો આ સેગમેન્ટમાં ફરી પાછું રોકાણ વધારી શકે છે. ફાર્મા, હેલ્થકેર શેરોને કોઈપણ રીતે રક્ષણાત્મક શેરો ગણવામાં આવે છે. કોવિડ-19ના ઉછાળા પછી સેક્ટરની આવક હવે સામાન્ય થઈ રહી છે. વધુમાં, જેનરિક ભાવમાં ઘટાડો હવે છેલ્લા 5 વર્ષ જેટલો તીવ્ર નથી તેથી હાલના પોર્ટફોલિયોમાંથી નફાકારકતા વધશે.

ફાઈનાન્સિયલ-બેન્કિંગ શેરો પર નજર

નિષ્ણાતો ફાઈનાન્સિયલ અને બેન્કિંગ શેરોમાં FII હોલ્ડિંગમાં વધારો જોવા માટે તૈયાર છે, કારણ કે હિસ્સો ટોચ પરથી નીચે આવ્યો છે. આગામી બે વર્ષમાં એકંદર ધિરાણ વૃદ્ધિ 15-17 ટકા રહેશે, કારણ કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પણ આગામી વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે. એનપીએમાં સુધારો અને બેલેન્સ શીટ્સમાં મજબૂત પ્રદર્શનથી બેન્કિંગ સ્ટોક્સ પર વિદેશી રોકાણકારો મીટ માંડી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)