અમદાવાદ, 15 ડિસેમ્બરઃ ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે આજે 33 પૈસા ઉછળ્યો હતો. જેની પાછળનું કારણ આરબીઆઈ દ્વારા ડોલરની ખરીદીમાં વધઆરો અને સ્થાનિક ઈક્વિટી બજારમાં તેજી ઉપરાંત ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો છે.

ડોલર સામે રૂપિયો આઠ મહિના કરતાં વધુ સમય બાદ સૌથી મોટો સિંગલ-ડે સુધારો નોંધાવ્યો હતો. રૂપિયો ડોલર સામે આજે તેની 83.20-83.45 વચ્ચે લાંબી કોન્સોલિડેશન રેન્જ તોડી 82.95 સુધી પહોંચ્યો હતો. જે ગઈકાલના 83.30ના સ્તરથી નોંધપાત્ર 0.35 પૈસા ઉછળ્યો હતો.

અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરો સ્થિર રાખવાની જાહેરાત તેમજ 2040માં 0.75 bpsના સંભવિત વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા પછી ડોલર ઈન્ડેક્સ ઘટી ચાર માસના તળિયે નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સ 103.30$થી ઘટીને 101.75$ થયો હતો. યુએસ બોન્ડ યીલ્ડ પણ ઘટી છે. જેના પગલે રૂપિયો સુધરી 82.75-83.25ની વચ્ચેની રેન્જ ટ્રેડ થયો હતો.

મોટી વિદેશી બેંકોમાંથી ડોલરના વેચાણ વધ્યું છે. HDFC સિક્યોરિટીઝના ફોરેન એક્સચેન્જ રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે રૂપિયામાં તેજી આગામી દિવસોમાં 82.70 થી 82.75 સુધી આગળ વધી શકે છે.”

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે, 15 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ $2.816 અબજ વધીને $606.859 અબજની ચાર મહિનાની ટોચે પહોંચ્યું છે. અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં, કુલ અનામત $6.107 અબજ વધીને $604.042 અબજ થયું હતું.

8મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ $3.089 અબજ વધી $536.699 અબજ થઈ છે, ડૉલરના સંદર્ભમાં ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા નોન-યુએસ યુનિટની વધ-ઘટ સામેલ છે.