સ્થાનિક સંસ્થાઓએ મે-22માં 50835 કરોડની નેટ ખરીદી નોંધાવી છે. જે માર્ચ-20માં રૂ. 55595 કરોડની નેટ ખરીદી હતી

એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)એ માર્ચ-20માં કોવિડ-19 ક્રાઇસિસને અનુલક્ષીને ભારતીય ઇક્વિટી માર્કેટમાં અત્યારસુધીની સૌથી મોટી માસિક રૂ. 62000 કરોડની જંગી વેચવાલી નોંધાવી હતી. ત્યારબાદ મે-22માં ફરી એકવાર રૂ. 45276 કરોડની બીજા ક્રમની જંગી વેચવાલી નોંધવી છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિ.ના આંકડાઓ અનુસાર મે-22ની વેચવાલી જોતાં FPIએ સતત આઠ માસની વેચવાલીનો પણ રેકોર્ડ બનાવ્યો છે. જેના કારણે મે-22 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 3 ટકાનું હેવી કરેક્શન જોવા મળ્યું છે.

તેની સામે મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતની સ્થાનિક નાણાકીય સંસ્થાઓએ મે-22 દરમિયાન 50835 કરોડની નેટ ખરીદી નોંધાવી છે. જે માર્ચ-20 દરમિયાન રૂ. 55595 કરોડની નેટ ખરીદી નોંધાવી હોવાનું જોવા મળ્યું છે. ટૂંકમાં સ્થાનિક સંસ્થાઓની લેવાલીના ટેકાના કારણે ભારતીય શેરબજારોમાં વૈશ્વિક શેરબજારોની સરખામણીએ ઘસારો ઓછો નોંધાયો છે.

FPIની વેચવાલીના મુખ્ય કારણો

  • યુએસ ફેડરલનો વ્યાજદર વધારાનો નિર્ણય
  • યુએસ ઇકોનોમિમાં ફુગાવાનું જોર વધવા વકી
  • રિઝર્વ બેન્કે પણ વ્યાજદરમાં વધારો શરૂ કર્યો
  • રશિયા- યુક્રેન યુદ્ધની સ્થિતિથી ક્રૂડમાં વધારો
  • ઇસ્ટર્ન યુરોપ અને ચીનમાં ફરી લોકડાઉન

શેરબજારોની ભવિષ્યની ચાલ વિશે બ્રોકરેજ હાઉસની આગાહી

વિદેશી નાણઆકીય સંસ્થાઓની વેચવાલી એકવાર ફેડ રિઝર્વની મોનિટરી પેલિસી ટાઇટ કરવાની નીતિમાં ફેરફારનો આશાવાદ સેવાય છે. તે ઉપરાંત અન્ય એશિયાઇ ઇકોનોમિની સ્થિતિ કરતાં ઇન્ડિયાની સ્થિતિ વધુ સારી હોવાથી માર્કેટમાં એકવાર સુધારાની શરૂઆત થતાં એફપીઆઇ માર્ચ-20 પછી શરૂ કરેલી લેવાલી જેવી જ ખરીદી શરૂ કરે તેવી ધારણા વિવિધ બ્રોકરેજ હાઉસિસ વ્યક્ત કરી રહ્યા છે.

વિદેશી સંસ્થાઓ V/s સ્થાનિક સંસ્થાઓની નેટ ખરીદ/વેચાણ સ્થિતિ

એફપીઆઇ   ડીઆઇઆઇ  
મહિનોકુલ ખરીદીકુલ વેચાણનેટ+/-કુલ ખરીદીકુલ વેચાણનેટ+/-
મે-22184379238671-542921485709773450835
એપ્રિલ-22147478188131-4065314150811163829869
માર્ચ-22203611246892-43281171963.5913228639677
ફેબ્રુ-22136264181984-4572014547710339342084
જાન્યુ.-22141177182524-4134614193512000621928
ડિસે.-21146074181567-3549313607710484631231
નવે.-21204204244106-3990213604910548930560
ઓક્ટો.-21185566211139-255721516071471364471
સપ્ટે.-21217636216722914441471381985949
ઓગ.-21175168177736-25681311851242906894
જુલાઇ-21125896149090-231931179109951618394
જૂન-21170189170214-261142891072467043
મે-21166976172992-60151055441034772067
એપ્રિલ-21133795145835-12039978848652411359
માર્ચ-2119075918951412451137451085415204
ફેબ્રુ.-2122303018098642044104175120533-16358
જાન્યુ.-211682411592608980105747117718-11970
ડિસે.-201825281343044822384739122033-37293
નવે.-202597791944626531771778120097-48319
ઓક્ટો.-20136822122284145376935686675-17318
સપ્ટે.-20127201138612-114109102990919110
ઓગ.-20131435115685157497759988646-11046
જુલાઇ-201135011110112490893799381-10007
જુન-201552151497225492100174977392434
મે-2015597714206313914875317523812293
એપ્રિલ-20122483127691-52087506675183-117
માર્ચ-20154904220721-6581615785610226155595

નોંધઃ આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે. સ્રોતઃ નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી