કંપની 11 ફેબ્રુઆરીએ પશુ વિકાસ દિવસની પાંચમી આવૃત્તિ સાથે ગુજરાતમાં 32 સ્થળો ઉપર પશુ સંભાળ કેમ્પ યોજશે

અમદાવાદઃભારતમાં અગ્રણી એનબીએફસી ફુલર્ટન ઇન્ડિયા ક્રેડિટ કંપનીએ નાણાકીય વર્ષ 2024 સુધીમાં ગુજરાતમાં તેનું નેટવર્ક હાલની 56 બ્રાન્ચથી વધારીને 63 બ્રાન્ચ કરવાનું તથા 230થી વધુ નવા કર્મચારીઓ ઉમેરવાની યોજના જાહેર કરી છે. તે ઉપરાંત કંપની આગામી નાણાકીય વર્ષમાં ગુજરાતમાં લોન ફાળવણી 35થી 38 ટકા વધારવા માગે છે. ગુજરાતમાં નેટવર્ક વિસ્તરણની સાથે રોજગારીની તકો વધારશે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોન સુવિધા પૂરી પાડી આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનશે. કંપની તેના બ્રાન્ચ નેટવર્ક દ્વારા સમગ્ર ગુજરાતમાં 1.85 લાખથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. લોકોના નાણાકીય ભારણને હળવું કરવા કંપની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત છે, ડિસેમ્બર 2022ના અંતે અર્બન બિઝનેસનું ડિસ્બર્સમેન્ટ નાણાકીય વર્ષ 2022ના સમાન સમયગાળાની તુલનામાં 65.5 ટકા વધ્યું છે, જ્યારે કે નાણાકીય વર્ષ 2023ના ડિસેમ્બરના અંતે રૂરલ બિઝનેસ નાણાકીય વર્ષ 2022ના સમાન સમયગાળાની તુલનામાં 46.6 ટકા વધ્યું છે. ફુલર્ટન ઈન્ડિયા દેશભરમાં 1000 કરોડની લોન એસએમઈને ફાળવી ચૂકી છે. જેનો 30 ટકા હિસ્સો ગુજરાતમાં ફાળવવામાં આવ્યો છે.એસએમઈ, રિટેલ, પર્સનલ લોન મામલે કંપની ઈન્સ્ટન્ટ લોન સુવિધા મારફત રૂ. 30 હજારથી 1 લાખ સુધીની લોન ફાળવી રહી છે.

2024માં કંપની તમામ પ્રોડક્ટ લાઇનમાં 35-38 ટકા ડિસ્બર્સમેન્ટ વધારશે

ગુજરાતમાં ગ્રાહકોને સેવા આપવાની અમારી પ્રતિબદ્ધતા અડગ છે. આર્થિક વૃદ્ધિ માટે ધિરાણ સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. ગુજરાતની 55 ટકા વસતી ગામડાઓમાં રહે છે ત્યારે અમે આ સમૂહ માટે નાણાકીય સમાવેશીકરણ સરળ બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ. આગામી વર્ષમાં અમે અમારી બ્રાન્ચનું નેટવર્ક વિસ્તારી રહ્યાં છીએ. અમારો ઉદ્દેશ્ય નાણાકીય વર્ષ 2024માં રાજ્યમાં અમારી તમામ પ્રોડક્ટ લાઇનમાં 35-38 ટકા ડિસ્બર્સમેન્ટ વધારવાનો છે.- સ્વામીનાથન સુબ્રમનિયન, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ફુલર્ટન ઇન્ડિયા