મુંબઇ: કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ દરોમાં પસંદગીની રકમ અને સમયગાળાના તબક્કામાં 25 bps સુધીનો વધારો કર્યો છે. 15 મહિનાથી 2 વર્ષ સુધીના સમયગાળામાં બેન્ક હાલમાં રૂ. 2 કરોડથી રૂ 5 કરોડ સુધી 7.25 ટકા દર ઓફર કરે છે અને 25 દિવસથી 2 વર્ષના સમયગાળા માટેના 12 મહિના માટે રૂ. 2 કરોડ સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ પર 7.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે. વધુમાં વરિષ્ઠ નાગરિકોને હાલમાં ઉપરોક્ત સમાન ગાળામાં ડિપોઝીટ પર 7.60 વ્યાજ દર ઓફર કરે છે. સુધારેલા દર 10 ફેબ્રુઆરીથી અસરમાં આવશે. કોટક મહિન્દ્રા બેન્કના કન્ઝ્યુમર બેન્કના ગ્રુપ પ્રેસિડન્ટ અને વડા વિરાટ દીવાનજીએ જણાવ્યું હતુ કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆ) દ્વારા મહત્ત્વન વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો હોવાથી અમે બચત પર વધુ વળતર ઓફર કરીએ છીએ.

KMBLના વિવિધ સમયગાળાના સુધરેલા વ્યાજ દરો: રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ પરના દરો

સમયગાળોરેગ્યુલરવરિષિઠ નાગરિકો
180 દિવસોથી 363 દિવસો6.00%6.50%
364 દિવસો6.25%6.75%
365 દિવસોથી 389 દિવસો6.90%7.40%
12 મહિનાથી 25 દિવસો < 2 વર્ષ7.10%7.60%