Goldની રોકડેથી 2 લાખ સુધીની ખરીદી જ શક્ય, તેથી વધુ માટે આ દસ્તાવેજો જરૂરી
અમદાવાદ, 10 નવેમ્બરઃ ભારતીયો પારંપારિક સંસ્કૃતિને અનુસરતાં આજે ધનતેરસના પાવન અવસરે મોટાપાયે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ સોનું ખરીદવા માગતા હોવ અને તેમાંય 2 લાખથી વધુની રોકડેથી ખરીદી માટે આ દસ્તાવેજો અચૂક તમારી સાથે રાખજો નહિં તો સમસ્યા વધી શકે છે. રોકડેથી માત્ર 2 લાખ સુધીની જ ખરીદી કરી શકાશે. તેથી વધુની ખરીદી માટે પાનકાર્ડ કે આધાર કાર્ડની જરૂર પડી શકે છે.
કર અને રોકાણ નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે, આવકવેરા કાયદા હેઠળ, તમે રોકડમાં સોનું ખરીદવા માટે ચૂકવણી કરી શકો છો તેના પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવકવેરા કાયદા પ્રમાણે, સોનાની ખરીદી દરમિયાન રૂ. 2 લાખ કે તેથી વધુની (Gold can Buy in cash) રોકડ રકમ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકે છે. તેથી તમે સોનું ખરીદવા માટે ગમે તેટલી રકમ ચૂકવી શકો છો પરંતુ જ્વેલરીના વેચાણના પ્રત્યેક વ્યવહારના સંદર્ભમાં રૂ. બે લાખ કે તેથી વધુની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં.
મર્યાદા કરતાં રોકડેથી વધુ ખરીદી પર પેનલ્ટી
જો જ્વેલર્સ રૂ. 2 લાખથી વધુ રોકડ સ્વીકારે છે, તો આવકવેરા વિભાગ કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘનમાં સ્વીકારવામાં આવેલી રકમ જેટલી જ દંડ લાદી શકે છે. ઉપરાંત, જો તમે જ્વેલર પાસેથી રોકડ અથવા અન્ય માધ્યમથી રૂ. 2 લાખથી વધુની કિંમતનું સોનું ખરીદો છો, તો તમારે વેચનારને તમારી ઓળખ જેમ કે પાન કાર્ડ (Pan Card)અથવા આધાર કાર્ડ (Adhar card) પ્રદાન કરવું પડશે. જ્યારે PAN અથવા આધાર નંબર રજૂ કર્યા વિના 2 લાખ રૂપિયા સુધીની રોકડ ખરીદી શકો છો.
સોવરિન ગોલ્ડ બોન્ડઃ તમે તમારા બાળકોના લગ્ન માટે સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યાં હોવાથી, હું તમને સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કરવાની ભલામણ કરીશ જે તમને વર્ષોથી વધુ સારું વળતર મેળવવામાં મદદ કરે છે. તમને SGBના ઈશ્યુ પ્રાઈસ પર દર વર્ષે 2.50%ના દરે વ્યાજ મળે છે. વધુમાં, SGBને રિડીમ પણ કરાવી શકો છે, જેના પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગૂ થતો નથી. ડિજિટલ સોનાના અન્ય ફાયદાઓમાં, તમારે SGB ખરીદતી વખતે GST ચૂકવવો પડશે નહીં, જો કે તમારે ભૌતિક સોનું ખરીદતી વખતે GST ચૂકવવો પડશે.