અમદાવાદ, 11 નવેમ્બરઃ કેન્દ્રીય બેંકની નીતિઓ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, હાર્ડ અને સૉફ્ટ લેન્ડિંગ વચ્ચેની ચર્ચા, જોખમી અસ્કયામતોમાં વધુ ખરીદારીનો રસ અને ડૉલર ઇન્ડેક્સ અને નફામાં અસ્થિરતા જેવા કેટલાક મોટા પાયાના ફેરફારોના પરિણામે આ વર્ષે સોના અને ચાંદીમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઉપરોક્તમાંથી, ભૌગોલિક રાજનીતિ અને કેન્દ્રીય  બેંકની નીતિની સ્થિતિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અત્યાર સુધીની અસ્થિરતા ખૂબ વધુ રહી છે કારણ કે, આ વર્ષની શરૂઆતમાં સોનું $2,070 ની નજીકની સર્વકાલીન ઊંચી સપાટીએ હતું અને પછી તદ્દન ઊલટું $1,800 ની નજીકના નીચા સ્તરે હતું અને હવે પાછું $2,000 થઈ ગયું છે.

ઐતિહાસિક રીતે, તહેવારોની મોસમમાં બુલિયનની માંગ ખૂબ વધે છે, પરંતુ હમણાંથી માંગના વલણોમાં તીવ્ર ફેરફાર જોવા મળ્યો છે જ્યાં બજારના ઉમેદવારો કોઈ ખાસ કારણની રાહ જોતા નથી અને જ્યારે પણ સોદેબાજી માટે સુયોગ્ય ફેરફાર થાય ત્યારે તક ઝડપી રોકાણ કરી દે છે. સોનાની તેજીની ગાથાને આગળ વધારતી ઘણી બધી કથાઓ અને કારણો સમયાંતરે બદલાતા રહે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે – જો તમે દિવાળી 2019 દરમિયાન સોનામાં રોકાણ કર્યું હશે, તો આ દિવાળી સુધીમાં તમે તમારા ઘરેલુ સોનાના રોકાણ પર 60% વળતર મેળવી લીધું હશે. 5 અને 1 વર્ષના ગાળાના SPDR ગોલ્ડના શેરમાં અનુક્રમે 30% અને 10%નો વધારો થયો છે, જ્યારે સમાન સમયમર્યાદામાં સ્થાનિક ગોલ્ડ ETFનો સરેરાશ લાભ અનુક્રમે 55% અને 15% છે. વિશ્વભરની મુખ્ય કેન્દ્રીય બેંકો તેમના સોનાના રિઝર્વમાં સતત વધારો કરી રહી છે, જેણે સોના માટેના આકર્ષણને વેગ આપ્યો છે. આ વર્ષે અમે માત્ર બે મહિનાઓ જ જોયા છે જ્યાં કેન્દ્રીય બેંકો ચોખ્ખી વેચાણકર્તા હતી; આ વર્ષે અત્યાર સુધીની ખરીદદારીની ગતિ સૂચવે છે કે કેન્દ્રીય  બેન્કર્સ વધુ એક મજબૂત વાર્ષિક વધારા માટે ટ્રેક પર છે. આ વર્ષમાં ચીન, પોલેન્ડ, તુર્કી, કઝાકિસ્તાન અને કેટલાક અન્ય દેશોમાંથી મજબૂત ખરીદીને પરિણામે કુલ આંકડો 800t ની આસપાસ છે.

મુખ્ય કેન્દ્રીય બેંકોની નાણાકીય નીતિની કાર્યવાહી બહુ આક્રામક રહી છે; ફેડ દ્વારા પહેલાથી જ ગયા વર્ષ કરતા 525bps દ્વારા દર વધારવામાં આવ્યા છે, જેના કારણે ફુગાવામાં થોડી નરમાઈ  આવી છે. જો કે, વેતન, ઉર્જા અને ખાદ્યપદાર્થને લગતા ખર્ચ મુખ્ય સેન્ટ્રલ બેંકરો માટે ચિંતાઓ વધારી રહ્યા છે જેની અસર સતત ઉગ્ર વલણ રૂપે દેખાઈ રહી છે. જીડીપી, છૂટક વેચાણ, નોકરીઓ વગેરે જેવા આર્થિક ડેટા પોઈન્ટ્સ અપેક્ષાઓ કરતાં વધુ સારી રીતે નોંધાયા જે અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.

ઉચ્ચ વ્યાજ દરની સ્થિતિએ બિન-નફાકારક અસ્કયામત સોના માટે એક સારી શરૂઆત આપી છે; તેથી, સોનાના ભાવો તેમના ઉચ્ચ વલણને ટકાવી રાખે એ માટે વર્તમાન વલણમાંથી એક મુખ્ય બિંદુ પર રહેવું મહત્વપૂર્ણ છે. તાજેતરની ફેડ મીટિંગમાં, યુએસ સેન્ટ્રલ બેંકે તેમનો દર યથાવત રાખ્યો હતો જ્યારે ગવર્નર પોવેલે મિશ્ર ટિપ્પણીઓ આપી હતી, કારણ કે એક તરફ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ફેડ તેમના 2% ફુગાવાના લક્ષ્યાંક દરને હાંસલ કરવા માટે પગલાં લેવાનું ચાલુ રાખી શકે છે જ્યારે બીજી તરફ, તેમણે અર્થતંત્રના નાણાકીય સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લી કેટલીક મીટિંગોમાં, આ વર્ષે દરમાં વધારો અને આગામી વર્ષ માટેના દરમાં ઘટાડા માટે સંભવિતતામાં ફેરફારોએ સલામત ગણાતી સંપત્તિમાં ઘણી અસ્થિરતા ઊભી કરી છે.

ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પર નજર રાખવી પણ હવે ખૂબ જરૂરી બની જાય છે, કેમ કે સોનાને કટોકટીમાં સહાયક તરીકે પણ જોવામાં આવે છે. બજારમાં કોઈપણ અનિશ્ચિતતા હંમેશા બુલિયન્સને લાભ આપે છે; ગયા વર્ષે અમારી પાસે રશિયા-યુક્રેન યુદ્ધ હતું અને હાલમાં ઇઝરાયેલ અને હમાસનો વિવાદ, જેના કારણે ભાવમાં વધારો થયો હોવા છતાં સોના માટેનો ઉત્સાહ વધ્યો છે. હમાસ જૂથે ઇઝરાયેલમાં કેટલાક જાહેર મેળાવડા અને કાર્યક્રમો પર હુમલો કરીને ઇઝરાયેલને હચમચાવી દીધું અને એક દિવસની અંદર અનેક રોકેટ છોડ્યા;, બાદમાં, ઇઝરાયેલે આક્રામક રીતે બદલો લીધો અને હવાઈ હુમલાઓ સાથે ગાઝા પર બોમ્બમારો કર્યો. શરૂઆતમાં, બજારના ઉમેદવારો અપેક્ષા રાખતા હતા કે આ દાયકા લાંબો વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે, પરંતુ જોર્ડન, સીરિયા, ઇજિપ્ત અને ઈરાન જેવા પડોશી રાષ્ટ્રોની કથિત દખલગીરીથી આ વિવાદે આક્રામક વળાંક લઈ લીધો છે.

અસમાન ચોમાસાને પગલે, રાષ્ટ્રીય ગ્રામીણ નોકરીઓ પહેલ હેઠળ કામની માંગ વધી છે, જ્યારે કે પાકની ખોટ અને નિકાસ પર અંકુશને કારણે ખેતીની આવકમાં ઘટાડો થયો છે. ઝડપી આર્થિક વિકાસ માટે મજબૂત ગ્રામીણ અર્થતંત્ર પૂર્વ-આવશ્યક છે કારણ કે તે વપરાશને વધારો આપે છે, જે વિકાસ માટે એક મહત્વપૂર્ણ એન્જિન છે. નૈર્ઋત્યનું ચોમાસું, એ ગ્રામીણ ભારત માટે જીવનરેખા છે, જેમાં 50 વર્ષની સરેરાશની સરખામણીમાં 6% ની અછત નોંધાઈ છે. કેટલાક રાજ્યોએ દુષ્કાળનો અનુભવ કર્યો હતો, જ્યારે અન્યોએ પૂર અને ભારે વરસાદનો અનુભવ કર્યો હતો, જો કે, જ્યારે આ શિયાળામાં ખરીફ લણણી બજારોમાં આવશે ત્યારે જ પાકના નુકસાનનો ખરો અંદાજ લગાવી શકાશે. સોનાની માંગનો મોટો હિસ્સો ગ્રામીણ ભારતમાંથી આવે છે, અને તેથી તેના ઊંચા ભાવો નજીકના ગાળામાં સોનાની માંગ પર અસર કરી શકે છે.

દ્રષ્ટિબિંદુ: આ વર્ષે, સોનાએ એક ચગડોળની સવારી જોઈ હતી જે આખલા અને રીંછ બંનેને તક પૂરી પાડે છે; સાથેજ, લાંબા ગાળાના રોકાણ માટે સોદાબાજીના સ્તર પણ સૂચવે છે. મુખ્ય સેન્ટ્રલ બેંક દ્વારા આક્રમક દર વધારાએ થોડા સમય માટે બુલિયનની ચમક દૂર કરી હતી; જો કે, તાજેતરના પ્રવાહમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને વર્તમાન નાણાકીય નીતિના વલણની મુખ્ય ભૂમિકાની આશાએ સોનાના ભાવને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. ધાતુ માટે ચોક્કસપણે કેટલાક ફાયદાકારક તત્ત્વ છે જેમ કે, સોફ્ટ લેન્ડિંગની અપેક્ષાઓ, દરમાં હજી વધારો, ભૌગોલિક-રાજકીય તણાવમાં નરમાઈ અને ઉચ્ચ વાસ્તવિક દર. જો કે, પેન્ડેમિકથી માંડીને રશિયા-યુક્રેન યુદ્ધ અને તાજેતરના ઇઝરાયેલ-હમાસ વિવાદમાં રિસ્ક પ્રીમિયમની કિંમત સોનામાં ગણવામાં આવી રહી છે.  મિડલ ઇસ્ટ વિવાદમાં નરમાઈ અને/અથવા ફેડ તરફથી ઉગ્ર વલણ ચાલુ રાખવાથી સોનાના ભાવ પર અસર પડી શકે છે. જો કે, ઉપરોક્ત પરિબળો અપેક્ષા કરતા વધુ સમય માટે ટકી શકે છે અને ગોલ્ડ બુલ્સ માટે તેજી ચાલુ રહી શકે છે, જે તેને રૂ.63,000ના મધ્યમ લક્ષ્ય તરફ દોરવામાં કરે છે.

(આ લેખનું આલેખનઃ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ તરફથી કરવામાં આવ્યું છે.)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)