GSP ક્રોપ સાયન્સે જંતુનાશક સંયોજનની એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કરી
અમદાવાદ: એગ્રોકેમિકલ વ્યવસાયની અગ્રણી અને તેના R&D કેન્દ્ર ખાતે SE સંયોજન વિકસાવનારી ભારતની પ્રથમ કંપની GSP ક્રોપ સાયન્સે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગની તાબાની કચેરી કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સની કચેરી તરફથી પાયરીપ્રોક્સિફેન અને ડાયફેન્થિયુરોનના તેના સિનર્જિસ્ટિક સુસ્પો પ્રવાહી સંયોજન (GSP SLR 525 SE સંયોજન તરીકે ઓળખાતા) માટે એક્સક્લુઝિવ પેટન્ટ પ્રાપ્ત કર્યું છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, કન્ટ્રોલર ઓફ પેટન્ટ એન્ડ ડિઝાઇન્સે GSP ક્રોપ સાયન્સને તેના જંતુનાશક સંયોજન માટે તેની તરફેણમાં આદેશ બહાર પાડ્યો છે, જે દેશમાં વ્હાઇટફ્લાય જીવાંતના જીવલેણ પ્રભાવ ઉપર નિયંત્રણ મેળવશે. GSP ક્રોપ સાયન્સ ભારતમાં સ્થાનિક રીતે ડાયફેન્થિયુરોનનું ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય એગ્રોકેમિકલ કંપની છે, અને વિવિધ દેશોમાં નિકાસ પણ કરી રહી છે. વધુમાં GSP SE સંયોજનમાં ડાયફેન્થિયુરોન + પાયરીપ્રોક્સિફેનનું આ વિશિષ્ટ સંયોજન તૈયાર કરનારી પ્રથમ કંપની છે. ભારતમાં નારિયેળ અને ઓઇલ પામની અંદાજિત 1.35 હેક્ટર જમીન વ્હાઇટફ્લાયથી પ્રભાવિત છે. વધુમાં તે કપાસના વાવેતરની પ્રક્રિયામાં ખેતરોની ક્ષમતામાં પણ ગંભીર અવરોધ સર્જે છે.
GSP ક્રોપ સાયન્સ પ્રા. લિમિટેડ ભારતમાં એગ્રોકેમિકલ્સના ઉત્પાદકોમાં એક અગ્રણી કંપની છે. તે ભારતીય કૃષિ અને ખેડૂત સમુદાય માટે જંતુનાશક, ફૂગનાશક, નિંદણનાશક (પાક સંરક્ષણ દ્રાવણો) અને છોડ નિયંત્રકોના “ટેક્નિકલ” અને સંયોજનોની વ્યાપક શ્રેણીનું ઉત્પાદન કરે છે.
આ સંયોજન લગભગ રૂ.400 કરોડની આવકનું સર્જન કરશે
GSP ક્રોપ સાયન્સ પ્રા. લી.ના મેનેજિંગ ડાયરેક્ટર ભાવેશ શાહે જણાવ્યું હતું કે, R&D અને લીગલ ટીમના લગભગ આઠ વર્ષોના સખત પરિશ્રણ બાદ GSPને સંયોજન પ્રોડક્ટ માટે પેટન્ટની ફાળવણી કરવામાં આવી છે જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. તમામ તબક્કાઓમાં શાકભાજી અને કપાસમાં વ્હાઇટફ્લાયના હુમલાના ઉપદ્રવ સામે લડવામાં મદદ કરતી અમારી પ્રોડક્ટ SLR 525 ભારતીય બજારમાં ઉપલબ્ધ બનનારી પ્રથમ પ્રકારની જંતુનાશક છે. અમારો અંદાજ છે કે આગામી કેટલાક વર્ષોમાં આ સંયોજન લગભગ રૂ.400 કરોડની આવકનું સર્જન કરશે. અમને અપેક્ષા છે કે આ પ્રોડક્ટ માટેનું બજાર હજુ વધારે વૃદ્ધી પામશે. વાર્ષિક રૂ.1200 કરોડના નાણાકીય ટર્નઓવર અને ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરમાં ચાર ઉત્પાદન એકમો સાથે, GSP ક્રોપ સાયન્સ 70થી વધારે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનો સમાવેશ કરે છે – જેને ભારતમાં 5,000 ડિસ્ટ્રિબ્યુટર્સ, 30,000થી વધારે ડીલર્સ અને 34 ડેપો તથા 25 દેશોમાં નિકાસ મારફતે બજાર સુધી પહોંચાડવામાં આવે છે.