2.5 એકરમાં ફેલાયેલો પ્રોજેક્ટ પરેલમાં સ્થિત છે અને તેમાં 400+ ઘરો હશે, જેનું કુલ વેચાણ મૂલ્ય રૂ. 1,800 કરોડ હશેસરકારની ક્લસ્ટર રિડેવલપમેન્ટ નીતિ હેઠળ દક્ષિણ મુંબઈમાં વિકસિત થઈ રહેલા મોટા પ્રોજેક્ટ્સમાંથી આ એક છે

મુંબઈ, 16 જાન્યુઆરી: ભારતના સૌથી મોટા લક્ઝરી બ્રાન્ડેડ રહેણાક ડેવલપર તથા વિશ્વમાં ટ્રમ્પ બ્રાન્ડેડ પ્રોજેક્ટ્સના સૌથી મોટા ડેવલપર ટ્રિબેકા ડેવપર્સે દક્ષિણ મુંબઈના પરેલમાં એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે તેજુકાયા ગ્રુપ સાથે કરાર કર્યા છે. રૂ. 200 કરોડના ફાઈનાન્સિંગ સાથે એચડીએફસી કૅપિટલ આ પ્રોજેક્ટને ટેકો આપી રહ્યા છે.

મુંબઈમાં ટ્રિબેકાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે અને તેમણે એચડીએફસી કૅપિટલ પાસેથી રૂ. 500 કરોડની અંદરના રેસિડેન્શિયલ હાઉસિંગ મંચ હેઠળ બીજું રોકાણ મેળવ્યું છે, આ પહેલા બંને સંસ્થાઓએ 2019માં સાથે મળી આની જાહેરાત કરી હતી. આ વર્ષે, એચડીએફસી કૅપિટલે સફળતાપૂર્વક આ મંચમાંથી થયેલા રૂ. 135 કરોડનું રોકાણ લઈ બહાર પડ્યું હતું.

દક્ષિણ મુંબઈના પરેલમાં પ્રાઈમ જગ્યાએ 2.5 એકરમાં આ પ્રોજેક્ટ સ્થિત છે અને તેમાં 400+ લક્ઝરી ઘરો હશે, જેનું કુલ વેચાણ મૂલ્ય રૂ. 1,800 કરોડનું છે. ટ્રિબેકા ગુરુગ્રામ અને કોલકાતામાં ટ્રમ્પ ટાવર્સ, વિશ્વમાં સૌથી મોટું રૂફટૉપ ધરાવતું પુણેનું ધ આર્ક અને પુણેનું સૌથી મોટું હાઈ-સ્ટ્રીટ રિટેલ ડેવલપમેન્ટ ટ્રિબેકા હાઈસ્ટ્રીટ જેવા નોંધપાત્ર વિકાસ પ્રોજેક્ટ માટે વિખ્યાત છે.

ટ્રિબેકાના સ્થાપક કલ્પેશ મહેતાએ જણાવ્યું હતું કે, અમે ટ્રમ્પ ટાવર્સ બાંધ્યા છે, જે વૈશ્વિક લક્ઝરી રહેઠાણમાં ટોચના સ્થાને છે.તેજુકાયા ગ્રુપના CEO, MD, પ્રણવ પી. તેજુકાયાએ જણાવ્યું હતું કે અમારા પરિવાર પાસે 90થી વધુ વર્ષોથી રહેલી આ જમીન પર વૈશ્વિક લૅન્ડમાર્કનું સર્જન કરવાનું મારૂં સપનું હંમેશાથી હતું.

પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં ટ્રિબેકાના પ્રોજેક્ટ્સ સાતત્યપૂર્વક મોટા પ્રીમિયમ પર વેચાય છે. ટ્રિબેકાના પુણેમાંના પ્રોજેક્ટ્સ ધ આર્ક અને વાયઓઓ વન પ્રતિસ્પર્ધી પ્રોજેક્ટસની સરખામણીમાં 25-40% પ્રીમિયમ પર વેચાય છે. એ જ રીતે, ટ્રિબેકાનો દિલ્હી એનસીઆર ખાતેનો પ્રોજેક્ટ ટ્રમ્પ ટાવર્સ બજારની સરખામણીએ 30-40% પ્રીમિયમ પર વેચાય છે. પુણેનો સૌથી મોટો હાઈ સ્ટ્રીટ રિટેલ પ્રોજેક્ટ માઈક્રો માર્કેટમાં સર્વોચ્ચ ભાડું મેળવે છે અને સ્ટારબક્સ, મૅકડૉનાલ્ડ્સ, શૉપર્સ સ્ટૉપ, ક્રોમા, વેસ્ટસાઈડ, ડેકાથ્લોન, મૅક્સ, કાર્ટલેન, ગૅપ વગેરે જેવી ભારતીય અને વૈશ્વિક રિટેલ બ્રાન્ડનું તે ઘર છે.

ટ્રિબેકા 60 લાખ ચો. ફૂટથી વધુના રેસિડેન્સિયલ પ્રોજેક્ટ્સ ડેવલોપ કરે છે

હાલમાં, ટ્રિબેકા ભારતમાં છ મિલિયન સ્ક્વૅર ફૂટથી વધુનાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે, જેનું વેચાણ મૂલ્ય રૂ. 6,000 કરોડ છે અને ચાર મિલિયન સ્ક્વૅર ફૂટથી વધુના ડેવલપમેન્ટ પાઈપલાઈનમાં છે. ટ્રિબેકાને દેશમાંની કેટલીક સૌથી મોટી ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટશન્સનો ટેકો છે, જેમાં આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી કૅપિટલ, તાતા કૅપિટલ અને કેકેઆરનો સમાવેશ થાય છે.

ટકાઉ પર્યાવરણની દિશામાં યોગદાન આપવામાં ટ્રિબેકા વિશ્વાસ ધરાવે છે તથા તેનું ધ્યાન જવાબદાર ઘરો વિકસાવવા પર કેન્દ્રિત છે, જે ઊર્જાની દૃષ્ટિએ કાર્યક્ષમ હોય તથા એવું મટિરિયલ તથા સાધનોનો ઉપયોગ કરવા અંગે કટિબદ્ધ હોય, જે પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસરનું કારણ બનતા ન હોય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)